વારસાઈ, સોલ્વન્સી, લાઇસન્સ રિન્યુ, જમીન માંગણી, બિનખેતી, ખેડૂત પ્રમાણપત્ર, નોન-ક્રિમીલેયર સર્ટી, પછાત વર્ગોના પ્રમાણપત્ર, જ્ઞાતિના દાખલા સહિતની કામગીરી ગ્રામ પંચાયતોમાં પણ થશે
દરેક સેવા માટે રૂા.20નો ચાર્જ, કાર્યપ્રણાલી નક્કી કરી તબક્કાવાર અમલવારી શરૂ કરવા સરકારનો પરિપત્ર
રાજ્ય સરકારે લોકોને સરકારી કચેરીઓના ધક્કા થાય નહીં અને અલગ અલગ પ્રમાણપત્રો સ્થાનિક કક્ષાએથી સરળતાપૂર્વક મળી રહે તે માટે જનસેવા કેન્દ્રોમાંથી મળતી સુવિધાઓ ઈ-ગ્રામ કેન્દ્ર મારફત આપવાનો પરિપત્ર બહાર પાડેલ છે.
રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ વિશ્ર્વગ્રામ યોજના થકી ગ્રામ પંચાયતોના ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી મહેસુલ વિભાગ તેમજ સામાજિક ન્યાય અને અધિકારી વિભાગની જનસેવા કેન્દ્રની વિવિધ નાગરિકલક્ષી સેવાઓ ઈ ગ્રામ વિશ્ર્વગ્રામ સોસાયટી મારફત ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વ્યવસ્થા હેઠળ મહેસુલ વિભાગની વારસાઈ પ્રમાણપત્ર, સોલવન્સી સર્ટી., ફટાકડાના હંગામી પરવાના, ચારિત્ર્ય પ્રમાણપત્ર, સરકારી ખાતાની જમીન માગણી, સરકારી કે ગૌચરની જમીન માંગણીની અરજી, બિનખેતીની અરજી, સ્ટેમ્પ વેન્ડર લાઈસન્સ રિન્યુ કરવા, રાહત દરે, ખેતીની જમીન એકત્રીકરણ, અકસ્પ્લોઝિવ સ્ટોરેજ લાઈસન્સ, વ્યક્તિગત જમીનની માંગણી, સહિતની 54 સેવાઓની અરજી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર મારફત થઈ શકશે.
આ ઉપરાંત સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ હેઠળ આવતી કામગીરી જેવી કે પછાત વર્ગના પ્રમાણપત્રો, નોન ક્રિમી લેયર અંગેના પ્રમાણપત્ર, આવક-અસ્કયામતો માટેના પ્રમાણપત્ર સહિતની 13 સેવાઓની અરજીનો સમાવેશ થાય છે.
આ નવી વ્યવસ્થા માટે ઈ-ગ્રામ કેન્દ્રથી નાગરિકોને સુગમતા રહે તે માટે ગ્રામ્ય કક્ષાએ અનુસરવાની કાર્યપ્રણાલી નક્કી કરવાની રહેશે. તેમજ સેવાઓ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે તબક્કાવાર ઉપલબ્ધ કરવાની રહેશે. આ માટે વીસીઈને તાલીમ પણ અપાશે. દરેક સેવા માટે અરજદાર પાસેથી રૂા.20 વસુલવામાં આવશે જેમાંથી વીસીઈને રૂા.16 અને ગ્રામ પંચાયતને રૂા.4 મળશે.
ઈ-ગ્રામ કેન્દ્રમાં કઇ કામગીરી થશે?
(એ) મહેસુલ વિભાગની સેવાઓ:
1. વારસાઈ પ્રમાણપત્ર આપવું
2. સોલવન્સી પ્રમાણપત્ર (દારપણા નો દાખલો)
3. અધિનિવાસ પ્રમાણપત્ર
4. દારૂૂખાનાના વેચાણ માટેનો હંગામી પરવાનો મેળવવા બાબત
5. ચારિત્ર્ય પ્રમાણપત્ર
6. લેન્ડ રેવન્યુ કોડની કલમ-73 એએ હેઠળની મંજુરી આપવા બાબત.
7. સરકારી ખાતાની જમીનની માંગણી
8. દારૂૂખાના વેચાણ/સંગ્રહ કરવા માટે પરવાનો મેળવવા બાબત
9. સ્ટેમ્પ વેન્ડર પરવાનો તાજો કરવા
10. લેન્ડ રેવન્યુ કોડની કલમ 65 હેઠળની મંજૂરી બાબત (બિન ખેતી)
11. રાહતદરે ફાળવેલ પ્લોટ ઉપર બેન્ક / એલ.આઈ.સી, /અન્ય નાણાંકીય સંસ્થામાંથી મકાન બાંધકામ લોન મેળવવા જરૂૂરી “ના-વાંધા પ્રમાણપત્ર” મેળવવા બાબત
12. રાહતદરે ફાળવેલ પ્લોટ ઉપર બાંધકામની મુદત વધારવા માટેની માંગણી બાબત
13. ખેતીના હેતુ માટે જમીન એકત્ર કરવા માટે
14. પરવાના તાજા કરવા અંગે
15. પરવાના સ્થળફેર-નામફેર, ઉમેરા અંગે
16. એક્સપ્લોઝીવ નિયમો હેઠળ સ્ટોરેજ લાઇસન્સ આપવું
17. પેટ્રોલીયમ પેદાશોના પરવાના આપવા અંગે
18. પીટીશન રાઈટર પરવાનો તાજો કરવા
19. વ્યક્તિગત જમીનની માંગણી
20. ગ્રામ્ય વિસ્તાર-ઉદ્યોગના હેતુ માટે જમીન આપવા બાબત
21. રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ કુદરતી/અકુદરતી મૃત્યુ સહાય
22. સીધી લીટીના વારસદારોની વારસાઈના કિસ્સા માટે સોગંદનામું
23. ગ્રામ્ય વિસ્તાર-મહેસુલ માફીથી સંસ્થા/ટ્રસ્ટને જમીન આપવા બાબત
24. ખેડૂત હોવાનું પ્રમાણપત્ર
25. રાહતદરે ફાળવવામાં આવેલ પ્લોટ ઉપર બાંધકામ કરવામાં થયેલ વિલંબ નિયમબધ્ધ કરવા બાબત
26. ટ્રસ્ટ – રજીસ્ટર્ડ સંસ્થાની જમીનની માંગણી
27. સ્ટેમ્પ રીફન્ડ આપવા અંગે
28. સહકારી મંડળીની જમીનની માંગણી
29. જમીન મહેસૂલ સંહિતાની કલમ 65 હેઠળ મંજૂરી
30. આહારગૃહ પ્રમાણપત્ર તાજુ કરાવવું.
31. ગ્રામ્ય વિસ્તાર-રહેણાંકના હેતુ માટે ગૃહનિર્માણ બોર્ડને જમીન આપવા
32. બિન- ખેતી થયેલ જમીનનાં હેતુફેર કરવા
33. સહકાર અધિનિયમ – 1961 અન્વયે સહકારી મંડળીની સામાન્ય સભા બોલાવવા બાબત
34. શહેરી વિસ્તાર-ઉદ્યોગના હેતુ માટે જમીન આપવા બાબત
35. શહેરી વિસ્તાર-રહેણાંકના હેતુ માટે વ્યકિતગત – ગૃહ નિર્માણ મંડળી – ને જમીન આપવા બાબત
36. શહેરી વિસ્તાર – મહેસૂલ માફીથી સંસ્થા-ટ્રસ્ટને જમીન આપવા બાબત
37. સ્ટેમ્પ વેન્ડર લાઇસન્સ મેળવવા માટે અરજી
38. ખાનગી માલીકીની ઝાડ કાપવા મંજુરી
39. સ્મશાન, કબ્રસ્તાન માટે જમીન નીમ કરવા માટે
40. જમીન મહેસૂલ સંહિતાની કલમ 63 હેઠળ મંજૂરી
41. સોલ્વન્ટ પરવાના આપવા બાબત
42. રાવળા હક્કની જમીન કાયમી હક્કમાં તબદીલ કરવા
43. ગ્રામ્ય વિસ્તાર – માજી સૈનિકોને રહેઠાણ માટે જમીન આપવા બાબત
44. શહેરી વિસ્તાર- સરકારી કર્મચારી તરીકે જમીન આપવા બાબત
45. ગ્રામ્ય વિસ્તાર- સરકારી કર્મચારી તરીકે જમીન આપવા બાબત
46. ગ્રામ્ય વિસ્તાર – સહકારી મંડળીઓને જમીન આપવા બાબત
47. છુટક/જથ્થાબંધ પરવાનો આપવા અંગે
48. ભાગીદારીખત આધારે નામ દાખલ કે કમી કરવા અંગે
49. પ્લોટની વારસાઈ કરવા માટેની અરજી બાબત.
50. ખેતીની જમીન એકત્રિત કરવા બાબત
51. બીનખેતી શરતભંગ બદલ એન.ઓ.સી. આપવા
52. શાસ્ત્રી મેદાન ભાડે મળવા બાબત
53. છુટક/જથ્થાબંધ/ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના (છુટક કે જથ્થાબંધ) પરવાના આપવા અંગે
54. બીનખેતી શરતભંગ બદલ એન.ઓ.સી. આપવા બાબત
(બી) સામાજિક ન્યાય વિભાગની સેવાઓ
1. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું પ્રમાણપત્ર
2. નોન-ક્રિમી-લેયર અંગેનું પ્રમાણપત્ર (ગુજરાત સરકાર માટે)
3. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું પ્રમાણપત્ર
4. આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર (આવક સાથે)
5. અન્ય પછાત વર્ગોનું જાતિ અંગેનું તથા નોન ક્રિમી-લેયર પ્રમાણપત્ર (ભારત સરકાર માટે)
6. જ્ઞાતિ (જઈ)નો દાખલો આપવા બાબત.
7. ભારત સરકારનું આવક અને અસ્કયામતો માટેનું પ્રમાણપત્ર
8. વિચરતી-વિમુક્ત જાતિ માટેનું પ્રમાણપત્ર (પંચાયત) (ગ્રામ્ય)
9. ભારત સરકારના જ્ઞાતિ (જઈ)નો દાખલો આપવા બાબત
10. નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટેની યોજના
11. ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એઈજ પેન્શન યોજના અને વયવંદના યોજના
12. રાષ્ટ્રીય કુટુંબ યોજના (સંકટ મોચન યોજના)
13. અંત્યેષ્ઠી સહાય

