Site icon Gujarat Mirror

વોર્ડ નં.17માં ગટર-વીજળી-પાણીની સમસ્યા

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોંગ્રેસ આપને દ્વારા જનતાની વેદના અભિયાન અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નં.17ના નંદા હોલથી ખોડિયાર સોસાયટી, 50 ફૂટ રોડ તથા આસપાસના વિસ્તારોમાં વ્યાપક જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં જોડાઈ કોંગ્રેસની ટીમ સમક્ષ પોતાની દૈનિક જીવનને સીધી અસર કરતી ગંભીર સમસ્યાઓ ખુલ્લેઆમ રજૂ કરી હતી અને કોંગ્રેસને સ્પષ્ટ તથા સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

જનસંપર્ક દરમિયાન નાગરિકોએ વારંવાર થતા વીજ કાપથી થતી ભારે તકલીફ, વરસાદી મોસમમાં ગટર ઉભરાવાની સમસ્યા અને ગંદા પાણી રસ્તા પર વહેતા થવાથી ઊભી થતી આરોગ્ય માટે જોખમી પરિસ્થિતિ, પાણી પુરવઠાની અનિયમિતતા, ટીપ્પર વાનની અનિયમિત કામગીરી, સફાઈ વ્યવસ્થાની અવ્યવસ્થા તેમજ ટેક્સના નામે સામાન્ય લોકોને કરવામાં આવતી હેરાનગતિ અંગે તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે આ તમામ સમસ્યાઓને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, છતાં જવાબદાર તંત્ર આંખ મીંચી બેઠું છે.

તેમ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. કોંગ્રેસ આપને દ્વાર અભિયાન દ્વારા કોંગ્રેસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. આ કાર્યક્રમમાં ડો.રાજદીપસિંહ જાડેજા સહિત વોર્ડ પ્રમુખ રાજુ ભાઈ ચાવડા,નીતિન ભાઈ ભંડેરી, વૈશાલી શિંદે, મુકુંદ ટાંક, રસિકભાઈ ભટ્ટ, આદિત્યસિંહ ગોહેલ, હરપાલ સિંહ જાડેજા, દીપક રાઠોડ, હિરલ બા રાઠોડ, જયા બેન ટાંક, જયદીપ મિયાત્રા, કૈલાસ ભાઈ કાકડિયા, મેહુલ ધામી, ગાયત્રીબેન ભટ્ટ, શૈલેષ ભાઈ ટાંક, સવજી ભાઈ ભંડેરી, વિભૂતિ ત્રિવેદી, રાજ ભટ્ટ, યશ સોરઠીયા, પૂજા પ્રભાબેન, જયશ્રીબેન, દક્ષા બેન, રસીલાબેન, લલીતા બેન, ખુશીબેન, નેહાબેન, લીલા બેન, વિજયભાઈ ગોહિલ, રમેશ ભાઈ ગઢવી, વીરભદ્રસિંહ ગોહિલ, ધર્મેદ્રસિંહ ઝાલા, દેવ ગજ્જર, જરીના બેન, મુનિબેન આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

Exit mobile version