સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડો. મોનાલી માકડીયા પોતે ખાનગી હોસ્પિટલ ચલાવતા હોય અને સિવિલમા આવતા દર્દીઓને પોતાની ખાનગી મંગલમ હોસ્પિટલમા ધકેલીને ચાર્જ વસુલી પૈસા પડાવતા હોવાનો આક્ષેપ હાથ સે હાથ જોડો કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામા આવ્યો છે. આ બાબતે તેમણે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટને સસ્પેન્ડ કરવા પણ કલેકટર સમક્ષ માંગ કરી છે સાથે પગલા ન લેવાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
અખબારી યાદીમા હાથ સે હાથ જોડો કોંગ્રેસના પ્રમુખ કલ્પેશ કુંડલીયાએ જણાવ્યુ છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિકારી દ્વારા જ સરકારી નિયમનો ભંગ કરીને પોતાની ખાનગી હોસ્પિટલ ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. જો સિવિલ હોસ્પિટલના કોઈ પણ ડોક્ટર્સ માંથી ખાનગી હોસ્પિટલ ચલાવતા હોય અને તેમના પકડાયા પછી તેનું લાયસન્સ રદ કરવામાં આવે અને તેને ફરજ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે ત્યારે હાલ રાજકોટ સિવિલ સુપ્રિટેન્ડટની પોતાની જ ખાનગી હોસ્પિટલ રાજકોટના પોઝ વિસ્તારમાં ધમધમી રહી છે.
જ્યાં સિવિલ અધ્યક્ષ મોનાલીબેન પણ કાર્યરત હોય છે તો શું આ વાત રાજકોટ આરોગ્ય વિભાગને જાણ નથી ?કે પછી બધી જાણ હોવા છતાં આ બધું છાવરવામાં આવતું હોય એવું જણાઈ રહ્યું છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને ચેનકેન પ્રકારે સમજાવીને સિવિલ અધ્યક્ષની ખાનગી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે અને ત્યા ચાર્જ ચૂકવીને તેમની યોગ્ય સારવાર ખુદ મોનાલીબેન માંકડિયા દ્વાર જ કરવામાં આવે છે તો શું આ સારવાર તેઓ રાજકોટની સરકારી હોસ્પિટલમાં નથી કરી શકતા ? અને ભાજપ સરકારને આ વાતની જાણ હોય કે તેઓ ખાનગી હોસ્પિટલ ધરાવે છે છતાં તેમની નિમણૂક સિવિલ સુપ્રિટેન્ડટ તરીકે કરવામાં આવી હોય તો સરકાર દ્વારા આમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, સરકારી હોસ્પિટલના સામાન્ય ડોક્ટર્સ પોતાની ખાનગી હોસ્પિટલ ન ધરાવી શકે અને સુપ્રિટેન્ડટ પોતે ખાનગી હોસ્પિટલ જાહેરમાં દાદાગીરીથી ચલાવે તે ક્યાં અંશે વાજબી છે ?
આ બાબતે કોગસ હાથ સે હાથ જોડો સમિતિએ કલેકટર શ્રીને પણ આવેદન દ્વારા યોગ્ય પગલાં લેવાની તાકીદ કરી છે અને કોઈપણ જાતના પક્ષપાત વગર ન્યાયિક ધોરણે સુપ્રિટેન્ડટને સસ્પેન્ડ કરવા જોઈએ. તેવી માંગ કરી છે જો આ બાબતે યોગ્ય પગલાં નહિ લેવાય તો રાજકોટ કોંગ્રેસ હાથ સે હાથ જોડો સમિતિ પ્રમુખ કલ્પેશભાઈ કુંડલિયા અને સમિતિ સભ્યો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.