ગુજરાત

વ્યસનના 6 બંધાણી પિચકારી મારતા, 31 ગંદકી કરતા ઝડપાયા

Published

on

કચરો સળગાવતો કામદાર ઝપટે ચડ્યો, ત્રણેય ઝોનમાંથી 3 કિલો પ્લાસ્ટિક જપ્ત

વોર્ડ નં.7,3,15 અને 12ના વોંકળામાં ફસાયેલા 24 ટન ગંદકીનો નિકાલ

દંડ કરવા છતાં પણ જાણે વ્યસનીઓએ નહી સુધરવાના સોગંદ ખાધા હોય તેમ શહેરમાં જાહેર માર્ગ પર પિચકારી મારતા વધુ 6 વ્યસનીઓ મહાપાલિકાની તિસરી આંખમાં નજરકેદ થયા હતાં. જ્યારે એક સફાઈ કામદાર કચરો સળગાવતો ઝપટે ચડયો હતો જેની સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે અને ચાર જેટલા વોર્ડના વોંકળામાંથી 24 ટન ગંદકી કાઢી નિકાલ કરાયો હતો. તેમજ 31 લોકો જાહેરમાં ગંદકી કરતાં પકડાયા હતાં. ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટીકનો 2.5 કિલો જથ્થો જપ્ત કરાયો હતો.

રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેર ને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકો ને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાનાં માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત તા.08-12-2023 નાં રોજ 6 વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે.

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1682 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 442 સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, જે દરમ્યાન તા.07-12-2023 નાં રોજ 1(એક) સફાઈ કામદાર ગ્રીનલેન ચોકડી પાસે કચરો સળગાવતા ઝ્ડપી લીધા હતા અને તેમની પાસેથી દંડ લેવામાં આવેલ હતો.

મધ્ય ઝોનના વોર્ડ નં. 07 માં આવેલ સર્વેશ્વર ચોક પાર્કિંગ એરિયા વોકળા સફાઈ તથા વોર્ડ ન. 03 માં આવેલ તિલક પ્લોટ, કેસરીપૂલ પાસે મેન્યુઅલી તથા જે.સી.બી. દ્વારા વોકળા સફાઈ, તથા પરસાણા નગર 1 માં જે.સી.બી. દ્વારા વોકળા સફાઈ તથા વોર્ડ નં. 15 માં આવેલ વિજયનગર 5 માં મેન્યુઅલી બોકસ ગટર સફાઈ કરવામાં આવેલ, તથા પશ્ચિમ ઝોનના વોર્ડ નં. 12 આવેલ ધનરાજપાર્ક પાસે મેન્યુઅલી વોકળા સફાઈ કામગીરી કરવામાં આવેલ હતી. એમ કુલ 02 ડમ્પર ફેરા અને 04 ટ્રેકટર ફેરા થી અંદાજીત 24 ટન ગાર, કચરો વોંકળા માંથી નિકાલ કરવામાં આવેલ છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 31 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 2.5 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ. મધ્ય ઝોન કુલ- 9 નાગરિકો અને 1 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક પશ્ચિમ ઝોન વિસ્તારમાં કુલ-12 નાગરિકો અને 1.5 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક, તેમજ પૂર્વ ઝોન વિસ્તારમાં કુલ-10 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂૂરી કાર્યવાહી કરવામાં આવેલ.

ફરિયાદનો નિકાલ 24 કલાકમાં કરવા આદેશ
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની 20 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારનાં સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાકમાં ફરિયાદનુ નિવારણ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version