Site icon Gujarat Mirror

જામનગર મહાનગર પાલિકામાં 59, જિલ્લા પંચાયતમાં 42, તાલુકા પંચાયત માં 169 અને સિક્કા ન.પા.માં 10 ફોર્મ ભરાયા

જામનગર મહાનગર પાલિકાના 16 વોર્ડની કુલ 64 બેઠકો માટે ઉપરાંત જીલ્લા પંચાયત ની 24, તથા 6 તાલુકા પંચાયતો ની 112 અને સિક્કા નગર પાલિકા ની 28 બેઠકો માટે આજે શુક્રવારે પાંચમાં દિવસે અનેક ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જામનગર મહાનગરપાલિકા ના 16 વોર્ડ ની 64 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી માં આજે પાંચમાં દિવસે કુલ 59 ઉમેદવારી પત્ર રજૂ થયા હતા.

જ્યારે જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટેની ચૂંટણી અન્વયે આજે પાંચમા દિવસે 42 ઉમેદવારી પત્ર ભરાયા હતા. તેમજ જિલ્લાની છ તાલુકા પંચાયતની 112 બેઠકો ની ચૂંટણી માટે આજે 169 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.

ઉપરાંત સિક્કા નગરપાલિકાની 28 બેઠકની ચૂંટણી માટે આજે 10 ફોર્મ ભરાયા છે . આવતીકાલે શનિવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે, જ્યારે ભાજપે આજે સુધી પોતાના એક પણ ઉમેદવારના નામ જાહેર કર્યા નથી. જે તમામ આવતીકાલે શનિવારે પોતાની ઉમેદવારી નોંધાવશે. આ ઉપરાંત કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના વિવિધ રાજકીય પક્ષના બાકી બેઠક માટેના ઉમેદવારો પણ શનિવારે ઉમેદવારી નોંધાવશે.

Exit mobile version