Site icon Gujarat Mirror

જામનગરમાં માત્ર 14 રીપિટ, ભાજપે અનેક ‘માથા’ઓને કાપી નાખ્યા

મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડકને ટિકિટ નહીં આપતા ભારે આશ્ર્ચર્ય, નારાજગી ચરમસીમાએ

જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ગઈકાલે જાહેર કરાયેલાં ઉમેદવારોની યાદીએ શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચાવી છે. આ વખતે પક્ષે મોટા પાયે ફેરફારો કરીને ગત ટર્મના મોટા ભાગના કોર્પોરેટરોને રીપિટ કર્યા વગર નવા ચહેરાઓને તક આપી છે.

જાહેર થયેલી યાદી મુજબ માત્ર 14 પૂર્વ કોર્પોરેટરોને જ ફરી તક આપવામાં આવી છે, જ્યારે અનેક ગત બોડી ના અનેક સભ્યોના પત્તા કપાતાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ખાસ કરીને પૂર્વ મેયર વિનોદ ખીમસુરિયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, પૂર્વ ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા તેમજ દંડક કેતન નાખવા જેવા અગ્રણીઓને ટિકિટ ન મળતા આશ્ચર્ય અને અસંતોષનો માહોલ સર્જાયો છે.

બીજી તરફ, પાર્ટીએ 14 જેટલા પસંદગીના કોર્પોરેટરો પર વિશ્વાસ જતાવીને તેમને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. જેમાં જયરાજસિંહ જાડેજા, સુભાષ જોશી, જીતેશ શીંગાળા, આશિષ જોશી, જશુબા ઝાલા, તૃપ્તિબેન ખેતિયા, ધર્મિનાબેન સોઢા, ધીરેન્દ્ર મોનાણી, પ્રવિણાબેન રૂૂપડિયા, બબીતાબેન લાલવાણી, મનીષ કટારિયા, હર્ષાબા જાડેજા અને પાર્થ કોટડીયા જેવા નામોનો સમાવેશ થાય છે.

પાર્ટી દ્વારા નવા ચહેરાઓને પ્રાધાન્ય આપતા આ વખતની ચૂંટણીમાં સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ટિકિટ ન મળતાં અસંતોષનો સૂર પણ પાર્ટીના આંતરિક વર્તુળોમાં ઉઠી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

ઉમેદવારોની યાદી જાહેર થતા જ શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો છે અને હવે તમામ પક્ષો દ્વારા પ્રચાર-પ્રસારની તૈયારીઓ જોરશોરથી શરૂૂ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે ઉમેદવારોના નામની જાહેરાત કરાતાંની સાથે જ શહેરમાં ક્યાંક ગમ તો ક્યાંક ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. એકી સાથે 36 પૂર્વ કોર્પોરેટર ની બાદબાકી કરાતાં ભાજપે આશ્ચર્યજનક યાદી પ્રસિદ્ધ કરી છે, અને ખાસ કરીને યુવા ચહેરાઓને વધુ તક આપવામાં આવી છે. છ પૂર્વ કોર્પોરેટરો કે તેઓના પરિવારજનોને પણ ભાજપે તક આપીને સાચવી લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.

ભાજપના બે પૂર્વ કોર્પોરેટરો બસપામાં જોડાયા, ચૂંટણી લડશે
જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી પહેલા વોર્ડ નં. 4માં ભાજપને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પાર્ટી દ્વારા ટિકિટ ન મળતા વોર્ડ નં. 4ના પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમ અને જડીબેન સરવૈયાએ ભાજપનો સાથ છોડ્યો છે.

મળતી માહિતી મુજબ ટિકિટ કપાતા બંને નેતાઓમાં અસંતોષ ફાટી નીકળ્યો હતો, જેના પગલે તેમણે બહુજન સમાજ પાર્ટી (બસપા)માં સત્તાવાર રીતે જોડાયા છે. ગઈકાલે રાત્રે કેટલાક સ્થાનિક કાર્યકરોની હાજરીમાં બસમાં પ્રવેશ મેળવી લીધો હતો. બંને નેતાઓ હવે બસપાની ટિકિટ પર વોર્ડ નં. 4માંથી ભાજપ સામે ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે. આ પગલાથી વોર્ડમાં ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકીય નિરીક્ષકોના મતે, આ વિકાસ ભાજપ માટે પડકારરૂૂપ બની શકે છે, કારણ કે બંને નેતાઓનો વોર્ડમાં સારો પ્રભાવ માનવામાં આવે છે.

ઉંમર સોઢા-અનવર સંઘારે છેડો ફાડયો
જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ ઊંમરભાઈ સોઢા અને સોશિયલ મીડિયા ક્ધવીનર અનવરભાઈ સંઘારએ પાર્ટી સાથે છેડો ફાડયો છે. અને રાજીનામુ આપ્યું છે. મળતી માહિતી મુજબ, બંને નેતાઓએ પોતાના સમર્થક કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ શકે છે.
આ જોડાણને કારણે આવનારી નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ ના રાજકીય સમીકરણો બદલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને લઘુમતી વિસ્તારોમાં ભાજપને અસર થવાની ચર્ચાઓ જોર પકડ્યું છે.

વોર્ડ મુજબ ઉમેદવારોની યાદી

વોર્ડ નં. 1: (1) ઝરીનાબેન હાજીભાઈ સુંભણીયા (2) શારા ઉમર ચમડીયા (3) ઇસ્માઈલ કાદર માણેક (4) અમર મહેન્દ્રભાઈ મોદી
વોર્ડ નં. 2: (1) કમળાબેન આલાભાઈ મકવાણા (2) યોગીતાબા દિલીપસિંહ જાડેજા (3) રિધ્ધીશ વાસુરભાઈ ડેર (4) જયરાજસિંહ અનોપસિંહ જાડેજા
વોર્ડ નં. 3: (1) હેતલબેન ગિરીશભાઈ અમેથીયા (2) કૃષ્ણાબા જયેન્દ્રસિંહ ઝાલા (3) રાજેશ મનોજભાઈ યાદવ (4) સુભાષભાઈ ગીરજાશંકર જોશી
વોર્ડ નં. 4: (1) નિશા શૈલેન્દ્ર અસવાર (2) સોનલબેન મહાવીરસિંહ રાણા (3) આલાભાઈ કાંધાભાઈ ભારાઈ (4) જીતેશભાઈ વિનોદભાઈ શીંગાળા
વોર્ડ નં. 5: (1) નિતાબા ગુલાબસિંહ જાડેજા (2) નિકીતા કેતનભાઈ કોટક (3) મિથિલ મનુભાઈ માડમ (4) આશિષભાઈ મનુભાઈ જોષી
વોર્ડ નં. 6: (1) જશુબા અનિરૂધ્ધસિંહ ઝાલા (2) નિશા નરેશભાઈ ધવલ (3) રાજૂ હમીરભાઈ કરમૂર (4) દીપકસિંહ અવધેશસિંહ ચૌહાણ
વોર્ડ નં. 7: (1) શિતલબેન અજ્યભાઈ વાઘેલા (2) જ્યોત્સનાબેન હેમંતભાઈ પાંભર (3) રાકેશભાઈ બાબુભાઈ ડેર (4) સંજય બચુભાઈ મુંગરા
વોર્ડ નં. 8: (1) તૃપ્તિ સુનિલભાઈ ખેતીયા (2) સંગીતા અંશ ગુઢકા (3) યોગેશભાઈ વિરજીભાઈ કણજારીયા (4) મિલન ચંદુલાલ સભાયા
વોર્ડ નં. 9: (1) ધર્મિનાબેન ગુણવંતભાઈ સોઢા (2) મોનિકાબેન હેમેન્દ્રભાઈ વ્યાસ (3) દર્શન રાજેન્દ્રભાઈ શેઠ (4) ધીરેન્દ્રકુમાર પ્રતાપરાય મોનાણી
વોર્ડ નં. 10: (1) આશાબેન નટુભાઈ રાઠોડ (2) મંજુબેન નરસિંહભાઈ બાંભણીયા (3) સંજય ચતુરભાઈ દાઉદીયા (4) નિલેશ હરગોવિંદભાઈ હાડા
વોર્ડ નં. 11: (1) હેતલબેન દિપેશભાઈ નકુમ (2) નિર્મળાબેન કિશોરભાઈ વિસોરીયા (3) પ્રકાશ તેજાભાઈ રાઠોડ (4) પૂર્વેશ ચંદ્રકાન્તભાઈ પરમાર
વોર્ડ નં. 12: (1) મસુદ અબ્બાસ કુરેશી (2) રઉફ અલારખાભાઈ ગઢકાઈ (3) રંજનબેન ડાહ્યાલાલ નકુમ (4) તસ્લીમ અનવરભાઈ કુરેશી
વોર્ડ નં. 13: (1) પ્રવિણાબેન જેરામભાઈ રૂપડિયા (2) બબિતાબેન મુકેશકુમાર લાલવાણી (3) અમર ઈશ્વરભાઈ કનખરા (4) ધવલ પ્રભુભાઈ નાખવા
વોર્ડ નં. 14: (1) રીટાબેન અશ્વિનભાઈ જોટંગીયા (2) શર્મીલા જીતેન્દ્રભાઈ નંદા (3) મનિષ પરસોત્તમભાઈ કટારીયા (4) સુરેશ રામજીભાઈ કટારમલ (આલરીયા)
વોર્ડ નં. 15: (1) રમીલાબેન સવજીભાઈ કણજારીયા (2) હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા (3) જયસુખભાઈ નાઢાભાઈ ડોલરીયા (4) દીપક રામજીભાઈ શ્રીમાળી
વોર્ડ નં. 16: (1) ખ્યાતિ મયુરભાઈ મુંગરા (2) નીતાબા ભગીરથસિંહ જાડેજા (3) ધનજીભાઈ નાનજીભાઈ કછટીયા (4) પાર્થ પરસોત્તમભાઈ કોટડીયા
ઉમેદવારોની યાદી જાહેર થતા શહેરના વિવિધ મતવિસ્તારોમાં રાજકીય ચર્ચાનો માહોલ તેજ બન્યો છે અને પક્ષો દ્વારા પ્રચાર-પ્રસારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Exit mobile version