ગુજરાત

લોકમેળામાં નાની-મોટી રાઈડ્સના 50 અને રમકડાના 78 સ્ટોલ ઘટ્યા

Published

on

રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડને પગલે આ વર્ષે રેસકોર્સ મેદાનમાં આગામી તા. 24થી 28 ઓગષ્ટ એમ 5 દિવસ યોજાનારા જન્માષ્ટમીના લોકમેળામાં સ્ટોલ અને પ્લોટસની સંખ્યા 344થી ઘટી 215 કરી નાખવામાં આવ્યા છે. જેમાં રમકડાંના સ્ટોલ 178થી ઘટાડી 100 તો નાની-મોટી ચકરડી અને રાઇડ્સ 96થી ઘટાડી 46 કરી નાખવામાં આવી છે. જેની સામે ખાણી-પીણીના સ્ટોલ 48થી વધારી 52 રાખવાનો પ્લાન કરવામાં આવ્યો છે. નાની-મોટી ચકરડી અને રાઇડ્સ ઘટાડી વહિવટી તંત્રે સુરક્ષાને વધુ પ્રાયોરિટી આપી છે. જોકે, રાજકોટનાં આ લોકમેળામાં દર વર્ષે 15 લાખ જેટલા લોકો મજા માણવા આવતા હોય છે, ત્યારે આ વખતે રાઇડ્સમાં બેસવા લાંબી કતાર તો રમકડાની ખરીદીમાં ભારે ભીડ થશે.


ગત વર્ષે રમકડાના સ્ટોલ 178 હતા, જે ઘટાડી 100 કરી નાખવામાં આવ્યા છે. એટલે કે, તેમાં 78નો ઘટાડો થયો છે. નાની ચકરડી 48 હતી, જે ઘટાડી 12 કરી નાખવામાં આવી. આ ઉપરાંત યાંત્રિક નાની અને મોટી રાઇડ્સમાં ઘટાડો થયો છે. જ્યારે ખાણી-પીણીના સ્ટોલ 12 વધ્યા છે. એટલે કે, રમકડા અને રાઇડસના સ્ટોલ ઘટી જતા બાળકો અને યુવાનોની ભીડ વધશે. દર વર્ષ કરતા આ વર્ષે રાઇડ્સમાં બેસવા દિવસભર લાંબી કતાર જોવા મળશે. જ્યારે ખાણી-પીણીમાં વધુ કોઈ મુશ્કેલી નહીં પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version