ગુજરાત

ખોખડદડ-વાવડી-મવડી વિસ્તારમાં વીજતંત્રની 39 ટીમ ત્રાટકી: સઘન ચેકિંગ

Published

on


વીજતંત્રની શહેરી વર્તુળ કચેરીના ત્રીજા ડિવિઝન હેઠળના જુદાજુદા વિસ્તારોમાં આજે સવારથી જ ત્રાટકેલી 39 ટીમોએ સઘન ચેકિંગ હાથ ધરતા વીજચોરોમાં નાસભાગ મચી ગઇ હતી. સાંજ સુધીમાં લાખોની વીજચોરી બહાર આવવાની પ્રબળ સંભાવના વચ્ચે લાખોનો દંડ ફટકારવા તંત્રએ કવાયત આદરી હોવાનું જણાવાયું છે.
આ અંગે વધુ વિગતો આપતા વિજતંત્રના મોનિટરિંગ ઓફિસ જે.બી. ઉપાધ્યાય અને ઇઇડીઓ એમ.આર. માકડીયાએ ગુજરાત મિરરને જણાવ્યું હતું કે શહેરી વર્તુળ કચેરી હેઠળના ત્રણ નંબરના ડિવિઝન હેઠળના ખોખડદડ, વાવડી અને મવડી રોડ સબ ડીવીઝનનાં વિસ્તારોમાં સવારથી 39 ટીમ દ્વારા વીજચેકીંગ હાથ ધરાયું હતું.


જેમાં ફિડરવાઇઝ કરાયેલા ચેકીંગમાં રણુજા ફિડરના રણુજા મંદિર વિસ્તાર, રૂષપ્રસાદ સોસાયટી, રણુજાનગર, વચ્છરાજનગર, ભવનાથ ફિડર હેઠળ આવતા નવભારત સોસાયટી, ઉદ્યોગનગર, શિવ પાર્ક, સ્ટોન ક્રશર વિસ્તારમાં સઘન ચેકીંગ કરાયું હતું.


એ સિવાય રાજકમલ ફિડર હેઠળના વૃન્દાવન સોસાયટી, કર્મચારી સોસાયટી, ગુજરાત હાઉસીંગ કવાર્ટર, તિરૂપતિ પાર્ક તેમજ વિશ્વેશ્વર ફિડરર નીચે આવતા આંબેડકરનગર શેરી નં.5,7 અને 12 અને રામનગર વિસ્તારમાં નિવૃત એસઆરપી જવાનો અને પોલીસને સાથે રાખી રહેણાંક કોમર્શીયલ વીજ કનેકશનો ચકાસાયા હતા. ઘણી જગ્યાએ શંકાસ્પદ વીજ જોડાણો જોવા મળ્યા હતા. ડાયરેકટર થાંભલેથી લંગરીયા ભરાવી વીજચોરી કરતા તત્વોમાં દોડધામ થતી જોવા મળી હતી. વીજચોરીનો આંકડો મેળવાઇ રહ્યો છે. સાંજ સુધીમાં લાખોનો દંડ ફટકારવા તંત્રએ કવાયત આદરી હોવાનું ઉપાધ્યાય, માકડીયાએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version