કચ્છ

કચ્છના જખૌ દરિયામાં તણાઈને આવેલા ડ્રગ્સના વધુ 30 પેકેટ મળી આવ્યા

Published

on

ભુજ, તા.25: છેલ્લા સત્તરથી અઢાર દિવસ દરમ્યાન પશ્ચિમ કચ્છના દરિયામાં માદક પદાર્થની રીતસર ભરતી આવી છે જેમાં લગભગ 350થીય વધુ ડ્રગ્સના પેકેટ મળ્યા છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ત્રણસો કરોડથી વધુ છે. આ વચ્ચે બીએસએફ ફરી અલગ-અલગ સ્થળેથી વધુ 30 ડ્રગ્સના પેકેટ મળ્યા હોવાનું બહાર આવ્યું છે. સીમા સુરક્ષા દળના જવાનોએ સર્ચ ઓપરેશન દરમ્યાન ગઈકાલે વરસાદી માહોલ વચ્ચે જખૌના દરિયાઈ ક્ષેત્રમાંથી 10 ચરસના પેકેટ્સનો કોથળી મળ્યો હતો અને આજે પણ બીએસએફના જવાનો જખૌ વિસ્તારના ટાપુઓ પર તલાશી લઈ રહ્યરા હતા ત્યારે વધુ 20 માદક પદાર્થના પેકેટ્સ મળ્યા હતા.


છેલ્લા અગીયાર દિવસ દરમ્યાન બીએસએફને આવા 170 પેકેટ્સ મળ્યા હોવાનું દળના સૂત્રોએ જણાવ્યું હતું. બીએસએફ દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ રહેશે.અત્રે ઉલ્લેખનિય છે કે, કચ્છના પશ્ચિમી દરિયાઈ વિસ્તાર જેમાં ખાસ કરીને જખૌ-લખપત અને માંડવી વિસ્તારમાંથી આઠ જુનથી આ રીતે છુટાછવાયા 350થી 400 આસપાસ માદક પદાર્થના પેકેટ્સ બિનવારસુ હાલતમાં મળી આવ્યા છે. ત્યારે દેશની સુરક્ષા એજન્સીઓની સાથોસાથ ગૃહખાતામાં પણ દોડધામ વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version