Site icon Gujarat Mirror

લાલપુરના ખટિયા બેરાજા ગામમાં ગેરકાયદે ચાલતી 3 ખાણો ઝડપાઈ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટિયા બેરાજા ગામમાં ખાણ ખનીજ વિભાગ ની ટીમે દરોડો પાડી ગેરકાયદે ખનીજ કાઢવાની ત્રણ ખાણ પકડી પાડી છે, અને બનાવ ના સ્થળેથી ત્રણ ડમ્પર, બે ટ્રેકટર , અને એકવેટર મશીન વેગેરે 8 વાહનો સહિત રૂૂપિયા બે કરોડ થી વધુ નો મુદ્દામાલ સિઝ કર્યો છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટીયા બેરાજા ગામે બ્લેક ટ્રીપ ખનીજની ગેરકાયદેસર ખાણો ચાલતી હોવાની ભૂસ્તરશાસ્ત્રી કેયુર રાજપુરાને ફરિયાદ મળતાં તેમણે ટીમો બનાવી ત્રણ અલગ અલગ સ્થળો પર બ્લેક ટ્રીપ ખનીજનું ગેરકાયદેસર ચાલતું ખોદકામ પકડી પાડી એક એસ્કેવેટર મસીન, તેમજ મહાવીરસિંહ કાળુભા સોઢાનું ડમ્પર જીજે-12-એએક્સ 6813, જનકસિંહ કલુભા પરમારનું ડમ્પર તેમજ એ.એમ. જેઠવાનું એસ્કેવેટર મશીન કબજે કર્યું છે.

આ ઉપરાંત ભરતસિંહ નટુભા જાડેજાનું ડમ્પર, પ્રિયજીતસિંહ ચુડાસમાનું ટ્રેક્ટર, આલાભાઈ બાવાભાઈ સોલંકીનું ટ્રેક્ટર, વગેરે જપ્ત કરી કુલ રૂૂા બે કરોડનો મુદ્દામાલ પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ તપાસ ટીમમાં નૈતિકભાઈ, આનંદભાઈ રમેશભાઈ. ભાવેશભાઈ નીખિલભાઈ અને રજનીકાંતભાઈ જોડાયા હતા.

Exit mobile version