ક્રાઇમ

અમરાપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ સાથે 28.50 લાખની ઠગાઈ

Published

on


વડીયા તાલુકાના અમરાપુરમા સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિ અક્ષરવલ્લભ સ્વામીને વિસાવદરના ઢેબર ગામના યુવકે ટ્રેડીંગમા નાણા રોકવાનુ કહી ડબલ કરી આપવાની લાલચ આપી રૂૂપિયા 28.50 લાખની છેતરપીંડી આચરતા આ બારામા તેની સામે વડીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.


અક્ષરવલ્લભ સ્વામી ગુરૂૂ પુરાણીસ્વામી હરીપ્રિયદાસજી (ઉ.વ.67) નામના ગાદીપતિએ વડીયા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ સ્વામીનારાયણ મંદિરમા સેવાપુજા કરે છે.તેઓ મંદિરે હતા ત્યારે ઋષિભાઇ પ્રવિણભાઇ પંડીયા નામનો યુવક તેની પાસે આવ્યો હતો અને તે આઇસીઆઇસીઆઇ બેંકમા ટ્રેડીંગનો વ્યવસાય કરતો હોવાનુ જણાવ્યું હતુ.આ શખ્સે તમે 30 લાખ રૂૂપિયા ટ્રેડીંગ કરાવો તો 25 દિવસમા 40 લાખ રકમ અપાવી શકુ તેવી વાત કરી લાલચ આપી હતી. જેથી અશ્વિનભાઇ રાખોલીયાના જોઇન્ટ એકાઉન્ટમાથી રૂૂપિયા ચાર લાખનો ચેક તેમજ મંદિરના જોઇન્ટ ખાતામા તેઓ અને જયંતિભાઇ શામજીભાઇ હપાણી હોય તેમાથી 19.50 લાખનો ચેક આપ્યો હતો. થોડા દિવસ બાદ ફરી ઋષિભાઇ મંદિરે આવ્યા હતા અને હજુ વધુ રકમનુ ટ્રેડીંગ કરાવો તો વધુ વળતર મળશે તેમ કહેતા તેમને એસબીઆઇ જુનાગઢ શાખાના એકાઉન્ટમાથી 50 હજાર તેમજ સેવક હરપાલભાઇ વાળાના એકાઉન્ટમાથી 50 હજાર ટ્રાન્સફર કર્યા હતા.


જો કે બાદમા ફોન કરતા ગલ્લાતલ્લા કરી રકમ પરત કરી ન હતી અને રૂૂપિયા 28.50 લાખની છેતરપીંડી આચરી હતી.સ્વામીએ ઋષિભાઇને નાણા બાબતે અવારનવાર ફોન કર્યો હતો. જો કે તેણે કહેલ કે તમારા પૈસાનુ રોકાણ કર્યુ હતુ તે ટ્રેડીંગમા નાણા ડૂબી ગયા છે હવે તમને નાણા પરત મળશે નહી.
આ મામલે હવે પોલીસમાં ગુનો નોંધવામાં આવતા પોલીસે ગઠિયાની શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version