અષાઢી બીજની રથયાત્રાના રૂટ ઉપરના 26 રસ્તાઓ બંધ કરાશે

શહેરમાં આગામી તારીખ 16/07/2026ના રોજ અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા જગન્નાથ મંદિર કૈલાસ ધામ આશ્રમથી…

શહેરમાં આગામી તારીખ 16/07/2026ના રોજ અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા જગન્નાથ મંદિર કૈલાસ ધામ આશ્રમથી પ્રસ્થાન કરશે. રથયાત્રા દરમિયાન શહેરમાં કાયદો, વ્યવસ્થા અને ટ્રાફિકની સ્થિતિ સુચારૂૂ રહે તે માટે રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ રથયાત્રામાં રાજકોટ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અસંખ્ય શ્રદ્ધાળુઓ, અખાડાઓ, રથ અને વિવિધ આકર્ષક ટેબ્લો જોડાવાના હોવાથી વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા અને ટ્રાફિક આયોજન કરવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર, રથયાત્રાના નિર્ધારિત રૂૂટ પર કોઈ પણ પ્રકારની ટ્રાફિક સમસ્યા ઊભી ન થાય અને રથયાત્રા સરળતાથી પસાર થઈ શકે તે હેતુથી, રથયાત્રા પસાર થવાના બે કલાક પહેલાંથી જ તમામ પ્રકારના વાહનો માટે ’પ્રવેશ બંધ’ અને ’નો-પાર્કિંગ’ ઝોન અમલી બનાવવામાં આવશે.

રથયાત્રા ખોડીયાર આશ્રમથી શરૂૂ થઈને મોક્કાજી સર્કલ, કાલાવડ રોડ, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, આમ્રપાલી અંડરબ્રિજ, કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ત્રિકોણ બાગ, ભૂપેન્દ્ર રોડ, સોરઠિયાવાડી સર્કલ, કોઠારીયા રોડ, મવડી મેઈન રોડ અને નાના મૌવા મેઈન રોડ થઈને પુન: કૈલાસ ધામ નીજ મંદિર ખાતે પરત ફરી સંપન્ન થશે. ટ્રાફિક ડાયવર્ઝનની વિગતો આપતા જાહેરનામામાં જણાવાયું છે કે, રથયાત્રાના સમયે નિર્ધારિત માર્ગોની ડાબી બાજુનો રોડ બંધ રહેશે અને તેની જગ્યાએ જમણી બાજુના રોડ પરથી અવરજવર કરવાની રહેશે.

રથયાત્રાના બે કલાક વાહનોના પ્રવેશ અને નો-પાર્કિંગ પર જાહેર કરેલ રસ્તા
* ખોડીયાર આશ્રમ, મોક્કાજી સર્કલ, વૃંદાવન સોસાયટી મેઇન રોડ.
* એમ.જે. હોસ્ટેલ કાલાવડ રોડ, પુષ્કર ધામ મેઇન રોડ, જે.કે. ચોક.
* આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, એચ.પી. પેટ્રોલ પંપ.
* આલાપ ગ્રીન સીટી, રૈયા રોડ, બાપાસીતારામ ચોક, રૈયા ચોકડી.
* હનુમાન મઢી ચોક, આઝાદ ચોક, આમ્રપાલી અંડર બ્રીજ, કિશાનપરા ચોક.
* જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, સદર બજાર મેઇન રોડ, સદર પોલીસ ચોકી.
* હરીહર ચોક, લીંમડા ચોક, એસ.બી.આઇ. ટી-પોઇન્ટ, ત્રીકોણ બાગ ચોક.
* ઢેબર ચોક, સાંગણવા ચોક, રાજેશ્રી સીનેમા, ભુપેન્દ્ર રોડ, પેલેસ રોડ.
* ગુંદાવાડી પોલીસ ચોકી, કેનાલ રોડ (બોમ્બે આર્યન), કેવડાવાડી મેઇન રોડ, પવનપુત્ર ચોક.
* સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા રોડ મેઇન રોડ, સુતા હનુમાન, નીલકંઠ ટોકીઝ, દેવપરા ચોક.
* આંબેડકર ભવન, સહકાર મેઇન રોડ, ત્રીશુલ ચોક, ઢેબર કોલોની, ઢેબર રોડ.
* પી.ડી.એમ. ફાટક, પી.ડી.એમ. કોલેજ, સ્વામીનારાયણ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ.
* આનંદ બંગલા ચોક, મવડી મેઇન રોડ, મવડી ફાયર બ્રીગેડ, માયાણી ચોક, રાજનગર ચોક.
* નાના મૌવા મેઇન રોડ, નાના મૌવા સર્કલ, પ્રતિલોક પાર્ટી પ્લોટ, અજમેરા શાસ્ત્રીનગરથી કૈલાસ ધામ નીજ મંદિર.