દારૂબંધી હેઠળ વાહન જપ્તી પર હાઇકોર્ટનો સ્ટે

ફોજદારી ટ્રાયલ હજુ ચાલુ હોય ત્યારે દારૂ લઈ જવા વપરાયેલું વાહન પોલીસ જપ્ત કરી શકે ખરી? આ પ્રશ્ન ગુજરાત હાઇકોર્ટે તપાસ હેઠળ લીધો છે અને…

ફોજદારી ટ્રાયલ હજુ ચાલુ હોય ત્યારે દારૂ લઈ જવા વપરાયેલું વાહન પોલીસ જપ્ત કરી શકે ખરી? આ પ્રશ્ન ગુજરાત હાઇકોર્ટે તપાસ હેઠળ લીધો છે અને ગુજરાત દારૂૂબંધી કાયદા હેઠળ જપ્ત વાહનની કન્ફિસ્કેશનનો ડીએસપીનો આદેશ સ્ટે કર્યો છે.

થરાદ પોલીસે આ વર્ષે દારૂૂની હેરાફેરીના આક્ષેપમાં એક લોડિંગ ઑટો રિક્ષા જપ્ત કરી હતી. માલિક પ્રેમાજી વજીરે મુદ્દામાલ વાહન પરત મેળવવા નીચલી અદાલતનો સંપર્ક કર્યો હતો, પરંતુ 20 લિટરથી વધુ દારૂૂ મળ્યો હોવાના કારણે કોર્ટે કબજો આપવાનો ઇનકાર કર્યો. ટ્રાયલ પેન્ડિંગ હોવા છતાં થરાદ ડિવિઝનના ડીએસપીએ વાહન જપ્ત કરવાનો આદેશ આપ્યો. વજીરે હાઇકોર્ટમાં દલીલ કરી કે સક્ષમ અદાલતના આદેશ વિના પોલીસ અધિકારી કાયમી જપ્તીનો હુકમ કરી શકે નહીં.

અરજદારના વકીલે જણાવ્યું કે ડીએસપીએ ગુજરાત દારૂૂબંધી ધારાની કલમ 98(2)નો આધાર લીધો હતો, પરંતુ આ જોગવાઈ પ્રોહિબિશન અધિકારીને સ્વતંત્ર રીતે વાહન જપ્ત કરવાની સત્તા આપતી નથી, ખાસ કરીને જ્યારે ફોજદારી કાર્યવાહી પૂરી ન થઈ હોય. અરજીમાં 2024ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ટેકો લેવાયો હતો, જેમાં જપ્તી (સીઝર) અને કન્ફિસ્કેશન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરાયો છે. કલમ 98 જપ્ત થઈ શકે તેવી વસ્તુઓ અને અદાલતની સત્તા વિશે છે, જ્યારે કલમ 123 સીઝરની મંજૂરી આપે છે, પણ કન્ફિસ્કેશનની સત્તા આપતી નથી.

આ કેસ એટલે મહત્ત્વનો છે કે વિધાનસભાએ 2024માં ગુજરાત પ્રોહિબિશન (સુધારા) બિલ પસાર કરી ધારાની કલમ 98(2)માં ફેરફાર કર્યો હતો. પહેલાં આવા વાહન અદાલતનો અંતિમ હુકમ આવ્યા વિના છોડી શકાતા નહોતા. સુધારા પછી અદાલતની મંજૂરીથી સરકાર આવા વાહનની હરાજી કરી શકે છે. ન્યાયમૂર્તિ એમ. કે. ઠક્કરે રાજ્ય સરકારને નોટિસ જારી કરી અને થરાદ ડિવિઝનના ડીએસપીનો આદેશ સ્ટે કર્યો. આગામી સુનાવણી 22 ઑક્ટોબરે રાખવામાં આવી છે.