Uncategorized

લદાખ-ચીન સરહદે 18 હજાર ફૂટ ઊંચાઇએથી 108 કિલો સોનું ઝડપાયું

Published

on

સોનાની દાણચોરીનો ગજબ નુસખો, ખરચર ઉપર લગડીઓ લાવતા હતા


ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસએ ભારત-ચીન સરહદ પાસે 18 હજાર ફૂટની ઉંચાઇએથી એક કિલોગ્રામ વજનના 108 સોનાની પાટોની જપ્તી સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય શકમંદોની હાલમાં ઈંઝઇઙ અને પોલીસ અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઓપરેશન ઈંઝઇઙ માટે ભારત-ચીન સરહદે દાણચોરીની ગતિવિધિઓને કાબૂમાં લેવા માટે નોંધપાત્ર સિદ્ધિ છે.
સોના ઉપરાંત, ઈંઝઇઙ એ બે મોબાઈલ ફોન, એક બાયનોક્યુલર, બે છરીઓ અને કેક અને દૂધ જેવી ઘણી ચાઈનીઝ ખાદ્ય સામગ્રી પણ જપ્ત કરી છે. આ તમામ ચીજો ખચ્ચર પર લાદીને ભારતમાં ઘુસાડવામાં આવી રહી હતી.


ઈંઝઇઙની 21મી બટાલિયનના જવાનોએ મંગળવારે બપોરે પૂર્વી લદ્દાખના ચાંગથાંગ સબ-સેક્ટરમાં લાંબા અંતરની પેટ્રોલિંગ શરૂૂ કરી હતી. આ પેટ્રોલિંગ દરમિયાન તેમને વાસ્તવિક નિયંત્રણ રેખાથી એક કિલોમીટર દૂર સ્થિત શ્રીરાપાલમાં દાણચોરીની ગતિવિધિઓ વિશે માહિતી મળી હતી. ડેપ્યુટી કમાન્ડન્ટ દીપક ભટની આગેવાની હેઠળની પેટ્રોલિંગ ટીમે ખચ્ચર પર સવાર બે માણસોને જોયા અને તેમને રોકવા માટે કહ્યું. સેનાને જોતાની સાથે જ તેઓએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ થોડીવાર સુધી પીછો કર્યા બાદ સેનાએ તસ્કરોને પકડી લીધા. દાણચોરોની ઓળખ દાણચોરોએ શરૂઆતમાં ઔષધીય છોડના ડીલર હોવાનો દાવો કર્યો હતો. જો કે, તેમના સામાનની તલાશી લેતા, ઈંઝઇઙને મોટી માત્રામાં સોનું અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version