રાજકોટ મહાનગરપાલિકાની સેન્સપ્રક્રિયા પૂર્ણ, દાવેદારોના ફોર્મ લઈને નિરીક્ષકો રવાના
પુષ્કર પટેલે મેદાન છોડ્યું, વિજય વાંકે પણ ના પાડી, નરેન્દ્ર ડવે ડખ્ખો કર્યો
મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત ગમે તે ઘડીએ થઈ શકે છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટણી લડવા માટે થનગનતા ઉમેદવારોની પસંદગી માટે ગઈકાલે શહેરના 18 પૈકી 12 વોર્ડ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપના ચિન્હ ઉપર ચૂંટણી લડી કોર્પોરેટર બનવા કાર્યકરોમાં જબ્બર ઉત્સાહ જોવા મળ્યો હતો. વોર્ડવાઈઝ 60થી વધુ કાર્યકરોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને આજરોજ બાકી રહેલા છ વોર્ડના દાવેદારોની સેન્સપ્રક્રિયા સવારથી શરૂ કરવામાં આવેલ જેમાં આજે પણ વોર્ડ દીઠ 40 થી વધુ દાવેદારોએ નિરિક્ષકો સમક્ષ પોતાની દાવેદારી વિવિધ સમીકરણો સાથે રજૂ કરી હતી બપોર સુધીમાં 6 વોર્ડની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી હતી અને સાંજે તમામ વોર્ડંના દાવેદારોનું લીસ્ટ લઈ નિરીક્ષકો રવાના થયાનું જાણવા મળેલ છે. બે દિવસ દરમિયાન ભાજપની ટીકીટ ઉપર ચૂંટણી લડવા માટે અંદાજે હજાર દાવેદારોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
રાજકોટ શહેરભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે 9 પ્રદેશ નિરિક્ષકો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ વોર્ડ માટે ઉમેદવારો પસંદ કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સરેરાશ એક વોર્ડની 4 બેઠકો માટે 60થી વધુ દાવેદારો હાલ મેદાનમાં છે. બપોર સુધીમાં 6 વોર્ડના દાવેદારોને સાંભળી લેવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નં. 1, 2, 4,5,7 અને 13નો સમાવેશ થાય છે. લંચબ્રેક બાદ બપોર પછી પ્રદેશ નિરિક્ષકો દ્વારા વોર્ડ નં. 3, 6,8,14,15 અને 17માંથી ચૂંટણી લડવા ઈચ્છુકોને સાંભળવામાં આવ્યા હતાં અને સાંજ સુધીમાં 665 દાવેદારોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો આજે સવારથી બાકી રહી ગયેલા 6 વોર્ડના દાવેદારોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી નિરીક્ષકો હજારથી વધુ દાવેદારોના લીસ્ટ સાથે રવાના થયાનું જાણવા મળેલ છે.
નરેન્દ્ર ડવે લેવા દેવા વગર ડખ્ખો કર્યો
ભાજપની આજની સેન્સ પ્રક્રિયા દરમિયાન પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર ડવે ડખ્ખો ઉભો કરી ‘મારે ચૂંટણી નથી લડવી’ તેવું ફોર્મ ભર્યુ હતું અને જણાવેલ કે જંગલેશ્ર્વરમાં થયેલ ડિમોલીશનનો હું વિરોધ કરું તેઓ સાથે અન્યાય થયો છે. તેમ જણાવેલ પરંતુ જાણકારોએ જણાવ્યા મુજબ ગાઈડલાઈન મુજબ 3 ટર્મ ચૂંટણી લડેલાને ટિકીટ નહીં મળે આથી નરેન્દ્ર ડવે 3 ટર્મ પુરી કરેલ હોય ટીકીટ મળવાની શકયતા ન હોવાથી હાઈલાઈટ થવા માટે જાણી જોઈને જંગલેશ્ર્વરનો મુદ્દો ઉઠાવી ડખ્ખો ઉભો કર્યો છે.
ગઈકાલના વોર્ડના દાવેદારો
વોર્ડ નં. દાવેદારો
4 – 52
5 – 44
6 – 57
15 – 25
1 – 73
2 – 65
3 – 56
8 – 52
7 – 77
13 – 40
14 – 69
17 – 45
કુલ 665
આજના વોર્ડના દાવેદારો
વોર્ડ નં. દાવેદારો
9 – 77
14 – 57
16 – 40
11 – 75
12 – 39
18 – 42
કુલ 345

