ગુજરાત

રાજકોટમાં 8 મહિનામાં 100 પ્રાણઘાતક અકસ્માતો

Published

on

અકસ્માતો માટે અયોગ્ય રોડ અને બેદરકારીથી વાહન ચલાવવાનું મુખ્ય કારણ: 265માંથી 100 બનાવોમાં મોત


રાજકોટવમાં અકસ્માતના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે દિલ્હી આઇઆઇટી દ્વારા કરાયેલા સર્વેમાં રાજકોટમાં છેલ્લા 8 મહીનામાં 101 પ્રાણઘાતક અકસ્માતો સર્જાયાના અહેવાલ મળ્યા છે. મોટા ભાગના અકસ્માતો માટે અયોગ્ય રોડ અને વાહન ચાલકોની બેદરકારી હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે.


આઈઆઈટી દિલ્હી દ્વારા રોડ સેફટી ઈન ઈન્ડિયા સ્ટેટસ રિપોર્ટ તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં મેટ્રો સિટીની સરખામણીમાં રાજકોટમાં વસ્તી દીઠ માર્ગ અકસ્માતમાં મૃત્યુ દર વધુ હોવાનો ખુલાસો થયો હતો. ચાલુ વર્ષનાં પ્રથમ આઠ મહિનામાં રાજકોટમાં 101 પ્રાણઘાતક અકસ્માત સર્જાયા છે.


જે આંકડા પ્રાપ્ત થયા છે તે મુજબ રાજકોટમાં ચાલુ વર્ષના પ્રથમ આઠ મહિનામાં કુલ 265 અકસ્માત સર્જાયા હતા. જેમાંથી પ્રાણઘાતક અકસ્માતની સંખ્યા 101 હતી. ગંભીર પ્રકારના 132 અને સામાન્ય પ્રકારના 32 અકસ્માત સર્જાયા હતા. રાજકોટમાં ગત ફેબ્રુઆરી માસમાં સૌથી વધુ એટલે કે 23 પ્રાણઘાતક અકસ્માત સર્જાયા હતા. ત્યાર પછી જૂન મહિનામાં 15 પ્રાણઘાતક અકસ્માત સર્જાયા હતા.


ટ્રાફિક બ્રાંચના અધિકારીઓનું કહેવું છે કે અગાઉ પણ એવુ સાબિત થઈ ગયું છે કે પ્રાણઘાતક અકસ્માતો પાછળનું મહત્વનું કારણ અયોગ્ય રોડ એન્જીનિયરીંગ હોય છે. રાજકોટમાં દર વર્ષે એક લાખ કરતાં વધુ વાહનોનો ઉમેરો થાય છે.


તેની સામે રોડની પહોળાઈ વધતી નથી. અધૂરામાં પૂરૂૂ ઓવર સ્પીડ, હેલ્મેટ – સીટ બેલ્ટ ન પહેરવું, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, રોંગ સાઈડમાં વાહન ચલાવવા સહિતની વાહન ચાલકોની બેદરકારીને કારણે અકસ્માતના બનાવો વધતા હોય છે. ચાલુ વર્ષે એકલા રાજકોટ જિલ્લામાં જ માર્ગ અકસ્માતમાં ઈજાના 47પ6 બનાવો નોંધાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version