જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે સવારે ફરીથી જી.જી. હોસ્પિટલ રોડ પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિતની રાહબરી હેઠળ સુનિલ ભાનુશાલી, અનવર ગજજણ, યુવરાજસિંહ ઝાલા સહિતની ટીમ દ્વારા મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, અને જી.જી. હોસ્પિટલની સામેના ભાગમાં આવેલી તમામ દુકાનના દ્વારે ખડકાયેલો માલ સામાન કબજે કરી લેવાયો હતો, અને મુખ્ય રોડ ને ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.તે ઉપરાંત ડી.કે.વી. સર્કલમાં ગેરકયદે રીતે મંજૂરી વિના મુકાયેલા જાહેરાત ના હોર્ડિંગ્સ- બેનર વગેરે પણ ઉતારી લેવામાં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકા દ્વારા સાધના કોલોની થી પંપ હાઉસ તરફના માર્ગે નવો ગૌરવ પથ માર્ગ જાહેર કરાયો છે, અને તે રોડ પર દબાણ હટાવ ઝુંબેશ ફરીથી હાથ ધરવામાં આવી હતી. જે રોડ પર ગેરફાયદા રીતે ફરીથી ખડકી દેવામાં આવેલી છ રેકડી તથા ચાર મોટા મંડપ સાથેના કાઉન્ટર વગેરે કબજે કરી લેવામાં આવ્યા હતા, અને નવા ગૌરવ પથમાર્ગને ફરીથી ખુલ્લો અને સાફ સુથરો બનાવાયો હતો.
નવા ગૌરવ પથ પરથી 10 રેંકડી, કાઉન્ટર જપ્ત કરાયા

