ક્રાઇમ
મહાવીરનગર ગુજરી બજારમાંથી મહિલાઓની પર્સની ઉઠાંતરી
જામનગરમાં રણજીતસાગર રોડ પર હર્ષદ મિલની ચાલી નજીક મહાવીર નગર સોસાયટીમાં દર મંગળવારે ગુજરી બજાર ભરાય છે, જ્યાં ખરીદી અર્થે આવનારા મહિલા સહિતના ગ્રાહકોની પર્સ ની ઉઠાંતરી થઈ જતી હોવાની ફરિયાદો ઉઠી છે, જે મામલે પોલીસ તંત્રએ ધ્યાન દેવું જરૂૂરી બન્યું છે.
જામનગરના રણજીત સાગર રોડ પાસે આવેલી હર્ષદ મિલની ચાલી પાછળ મહાવીર નગર સોસાયટી પાસે ભરાતી મંગળવારીમાં સતત ત્રણ મંગળવાર થી આઠ થી દસ જેટલી મહિલાઓ ના પાકીટ-પર્સ ચોરાયાની ફરિયાદો થઈ રહી છે.
પબ્લિક માં એવું પણ ચર્ચાઈ રહ્યું છે, કે પથારા વાળાઓ ખુદ ચોરો ને છાવરે છે, અને તેઓ સાથે સાઠગાંઠ હોય તેવી ચર્ચા એ પણ જોર પકડ્યું છે.અહીં દર મંગળવારે 2થી 3 હજાર જેટલા લોકો ખરીદી કરવા આવે છે, ત્યારે ગીરદીનો લાભ લઈને ગઠિયાઓ પોતાના હાથ અજમાવતા હોય છે, ત્યારે પોલીસ તંત્રએ આ મામલે સતર્કતા દાખવવી જરૂૂરી બની છે.