ગુજરાત
નગરપાલિકાની સ્ટે. કમિટીની બેઠકમાં 24.09 લાખના ખર્ચને બહાલી
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી, જેમાં સીધી ભરતી / બઢતીના રીક્રુટમેન્ટ રૂૂલ્સ (આર.આર.) મ અંગે ચીફ ઓડીટર ની રજુ થયેલ દરખાસ્ત તથા સીધી ભરતી / બઢતીના રીક્રુટમેન્ટ રૂૂલ્સ (આર.આર.) અંગે સેક્રેટરી ની રજુ થયેલ દરખાસ્ત ને સ્ટેન્ડિંગ કમીટી એ મંજૂરી આપી છે.તેમાં કુલ 11 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઇંચા. આસી. કમિશ્નરશ્રી (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બે વર્ષ રેઈટ કોન્ટ્રાકટ ફોર ટુ એન્ડ ફો ટ્રાન્સપોટેશન ઓફ લીકવીડ કલોરીન ટર્નર એન્ડ સીલીન્ડર બીટવીન જામનગર – વડોદરા વચ્ચે (જી.એ.સી.એલ.) ના કામ અંગે રજુ થયેલ દરખાસ્ત મા બે વર્ષ ના ખર્ચ નો સૈધ્ધાંતિક સ્વીકાર અને પ્રથમ વર્ષ નું રૂૂ.19.09 લાખ નું મંજુર કરવામાં આવ્યું હતું.સ્ટોર્સ શાખા દ્વારા સને 2024-25 માટે જામનગર મહાનગર સેવા સદન ની જુદી-જુદી શાખા ઓ માટે ફોટોકોપી નાં કામ માટે રૂૂા. 4 લાખ મંજુર કરવામાં.આવ્યા હતાંસ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની આંતરમાળખાકીય સુવિધા ની વર્ષ 2024-25 ની ગ્રાન્ટ અંતર્ગત સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. 2, 3 અને 4) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસ ના કામ માટે રૂૂ. 1 લાખ નું મંજુર કરવા મા આવ્યું છે.સીધી ભરતી / બઢતી ના રીક્રુટમેન્ટ રૂૂલ્સ (આર.આર.) અંગે ચીફ ઓડીટર ની રજુ થયેલ દરખાસ્ત તથા સીધી ભરતી / બઢતી ના રીક્રુટમેન્ટ રૂૂલ્સ (આર.આર.) અંગે સેક્રેટરી ની રજુ થયેલ દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.ઉપરાંત એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાને થી રજૂ થઈ હતી.જેમાં જામનગર મહાનગરપાલિકાની જુદી-જુદી શાખા મા ટેકનીકલ અને વહીવટી કામગીરી માટે જુદી-જુદી જગ્યા ઓ ઉપર ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓ ની નવી નિમણુંક છ માસ માટે આપવાનું મંજુર કરાયુ હતું.આમ આજ ની બેઠક મા કુલ રૂૂ. 24.09 લાખ નાં ખર્ચ મંજુરી આપવામાં આવી હતી.