ગુજરાત

ગોંડલના વેપારી સાથે ક્રેડિટ કાર્ડના પોઈન્ટ આપવાના નામે 1.87 લાખની છેતરપિંડી

Published

on

એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ગઠિયાએ આઈડી અને પાસવર્ડ મેળવી રકમ ટ્રાન્સફર કરી લીધી


ગોંડલના ભગવતપરામાં રહેતા વેપારીને ક્રેડીટ કાર્ડમાં મળેલા રિવર્ડ પોઈન્ટના નામે ખરીદી કરવાના બહાને સાઈબર ગઠિયાઓએ વેપારીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને આઈડી પાસવર્ડ મેળવી વેપારી સાથે રૂા. 1.87 લાખની છેતરપીંડી કરી ક્રેડીટ કાર્ડમાંથી આ રકમ ઉપાડી લેતા આ મામલે ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.


ગોંડલના ભગવતપરા શેરી નં. 19-2માં રહેતા અને કાપડનો વેપાર કરતા ઈમરાન કાદરભાઈ રાઠોડ સાથે થયેલી છેતરપીંડીમાં પોલીસે ભારતીય ન્યાય સહિતાની કલમ 316 (2) અને 318 તેમજ ઈન્ફોરર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ઈમરાનભાઈ પોતાની દુકાને હતા ત્યારે એક અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો.


સામે વાત કરનાર હિન્દીભાષી શખ્સે ઈમરાનભાઈને તેમના ક્રેડીટ કાર્ડ ઉપર 4,999ના રિવર્ડ પોઈન્ટ મળ્યા હોય જેનાથી તમે કોઈપણ વસ્તુ ફ્રીમાં ખરીદી શકશો તેમ કહી એક લીંક મોકલી એક્સિસ બેંકની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આઈડી અને પાસવર્ડ મેળવી ક્રેડીટ કાર્ડમાંથી રૂા. 1.46 લાખ અને બીજી વાર રૂા. 40 હજાર એમ કુલ 1.87 લાખ ટ્રાન્સફર કરી લીધા હતાં. આ મામલે છેતરપીંડીનો ભોગ બનેલા ઈમરાનભાઈએ ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version