Site icon Gujarat Mirror

જિલ્લા પંચાયતનું રૂા. 263.08 લાખની પુરાંત વાળુ રૂા. 12.30 કરોડનું બજેટ રજૂ

સામાન્ય સભામાં રૂા. 967.85 લાખના ખર્ચની જોગવાઈ કરાઈ

જામનગર જિલ્લા પંચાયત ની સામાન્ય સભા આજે પ્રમુખ મેયબેન ગરસર ના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વર્ષ ર0રપ-ર6 નું રૂૂ. ર63.08 લાખ ની પુરાંત દર્શાવતું બજેટ મંજુર કરવા માં આવ્યું હતું.

જામનગર જિલ્લા પંચાયત ની આજે મળેલી સામાન્ય સભામાં સ્વભંડોળની આવક અને ખર્ચની જોગવાઈ મુજબ ખુલતી સિલક રૂૂ. 648.44 લાખ અને વર્ષ ર0રપ-ર6 ના વર્ષની સૂચિત અંદાજિત આવક રૂૂ. પ8ર.49 લાખ મળી કુલ રૂૂ. 1ર30.93 લાખ સામે રૂૂ. 967.8પ લાખના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.

જેથી વર્ષ ર0રપ-ર6 ના અંતે રૂૂ. ર63.08 લાખની પુરાંત અંદાજવામાં આવી છે.
જિલ્લા પંચાયતના સિંચાઈ ક્ષેત્રે હયાત ચેક ડેમની મરામત / નવા ચેકડેમ બાંધવા માટે રૂૂ. ર0 લાખની જોગવાઈ, શિક્ષણ ક્ષેત્ર માટે શાળાઓના નવીનિકરણ માટે રૂૂ. પ0 લાખની જોગવાઈ અને પોષણ આહાર ક્ષેત્રે રૂૂપિયા ચાર લાખની જોગવાઈ કરવામાં આવી છે. સ્માર્ટ આંગણવાડી તથા આંગણવાડીની અન્ય સુવિધા માટે રૂૂ. પ0 લાખ, શાળાએ ન જતી કિશોરીઓને કૌશલ્ય સંવર્ધન માટે પ્રવાસ-તાલીમ માટે રૂૂ.4 લાખ, પશુપાલન ક્ષેત્રે રૂૂ.1 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂૂ.70 લાખ, કુદરતી આફત સમયે આકસ્મિક ખર્ચ માટે રૂૂ. રપ લાખ, જિ.પં.ના વિસ્તારના રસ્તાઓના રીપેરીંગ માટે રૂૂ. 70 લાખ તેમજ વિકાસન કામો માટે રૂૂ. 3પ0 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

આ સામાન્ય સભામાં ડીસીસી કંપની પાસેથી પાઈપલાઈન ભાડાની બાકી રોકાતી વસૂલાત કડકપણે કરવાનો નિર્ણય કરાયો હતો. પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી નાં બંગલે સિક્યોરિટી ગાર્ડ ની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. તેમજ રેતી રોયલ્ટી અને સ્ટેમ્પ ડ્યુટી કામ મા ફેરફાર ને મંજૂરી આપવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી તાલીમાર્થે ગયા હોવાથી ડે. ડીડીઓ દિપ્તિબેન કોટક તેમજ હિસાબી અધિકારી ધવલભાઈ ઘેલાણી એ બજેટ અંગે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી.
જામજોધપુર – લાલપુર મત વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા એ બજેટ ચર્ચા માં લઈ કેટલાક મહત્ત્વના સૂચનો કર્યા હતા. પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, વિપક્ષના જે.પી. મારવિયા વગેરે સભ્યો એ પણ ચર્ચા માં ભાગ લીધો હતો. આખરે સામાન્ય સભા સંપન્ન થવા પામી હતી.

Exit mobile version