Site icon Gujarat Mirror

ડિફેન્સ કોલોની વિસ્તારમાં યુવકનો ફાંસો ખાઇ આપઘાત

પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછ

જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતા અને ધોબી કામ કરતા અનિલ શિવલાલભાઈ રાઠોડ નામના 41 વર્ષના ધોબી યુવાને કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરમાં પંખા ના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ સુનિલ શિવલાલભાઈ રાઠોડ એ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે બનાવના સ્થળે દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. જ્યારે તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે તે જાણવા માટે પરિવારજનોની વિશેષ પૂછપરછ હાથ ધરી છે.

Exit mobile version