એકના ડબલની લાલચમાં 1 કરોડ ગુમાવતા યુવકનો આપઘાત, માતા-પુત્ર સામે ગુનો નોંધાયો

કેનેડાની શેર બજારમાં અને ક્રિપ્ટોમાં રોકાણ પર મોટા વળતરની લાલચ આપી રાજકોટના યુવક સાથે 1 કરોડ રૂૂપિયાની છેતરપીંડી કરનાર માતા-પુત્ર પાસે અવારનવાર પોતાના રૂૂપિયા પાછા…

કેનેડાની શેર બજારમાં અને ક્રિપ્ટોમાં રોકાણ પર મોટા વળતરની લાલચ આપી રાજકોટના યુવક સાથે 1 કરોડ રૂૂપિયાની છેતરપીંડી કરનાર માતા-પુત્ર પાસે અવારનવાર પોતાના રૂૂપિયા પાછા માંગવા છતાં તેને પરત નહિ અપાતાં યુવાને આપઘાત કરી લેતા આ મામલે માતા-પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળ્યા મુજબ આ બનાવમાં કોઠારીયા રોલેક્ષ રોડ સરદાર ચોક વિરાણી રેસીડેન્સી-2માં રહેતાં ધર્મેશભાઇ વલ્લભભાઇ બારસીતા (ઉં.વ.33) નામના પટેલ યુવાનની ફરિયાદ પરથી તેના જ ભાડુઆત મુળ કોટડાસાંગાણીના યશ ધીરૂૂભાઇ લુણાગરીયા અને જોશનાબેન ધીરૂૂભાઇ લુણાગરીયા સામે ગુનો નોંધાયો છે. ધર્મેશભાઇના નાના ભાઇ હિતેષભાઈ બારસીતા (ઉ.વ.30) પાસેથી માતા-પુત્રએ રોકાણના નામે 1 કરોડ મેળવી લઇ પાછા ન આપી હિતેષને મરી જવા મજબૂર કર્યાનો ગુનો દાખલ કર્યો છે. ધર્મેશભાઇએ ફરિયામદાં જણાવ્યું છે, કે તેના માતાએ જોશનાબેન લુણાગરીયાને ત્રણેક વર્ષથી ભાડેથી આપ્યું હતું. ધર્મેશભાઈના નાના ભાઈ હિતેશભાઈ સાથે ભાડૂઆત યશને મિત્રતા જેવો સંબંધ બંધાયો હતો. આશરે દોઢેક વર્ષ પહેલાં યશ અને તેની માતા જોસનાબેને હિતેશને લાલચ આપી હતી કે જો તેઓ કેનેડાની શેરબજારમાં તેમજ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરશે તો ખૂબ જ મોટું વળતર મળશે, શરૂૂઆતમાં હિતેશે રૂૂ.1 લાખ આપ્યા હતાં.

માતા-પુત્રએ હિતેશને ઊંચા વળતરની મોટી-મોટી લાલચો આપી અલગ-અલગ તબક્કે લાખો રૂૂપિયા પડાવવાનું શરૂૂ કર્યું હતું. આરોપી યશ અને તેની માતાએ હિતેશભાઈને પોતાની માયાજાળમાં એવા ફસાવ્યા કે હિતેશે પોતાના ઘરના 163 ગ્રામ સોનાના દાગીના અલગ-અલગ ફાઈનાન્સ કંપનીઓમાં ગીરવે મૂકી દીધા હતા. આ ઉપરાંત પોતાની ટાટા કાર પણ ગીરવે મુકી દીધી હતી તેમજ મિત્રો અને સાસરીયા પક્ષમાંથી પણ ઉછીના નાણાં લાવીને આરોપીઓને આપ્યા હતા. આ ઉપરાંત યશે હિતેષભાઇ પાસે બેંક ઓફ બરોડા, પુનાવાલા ફિનકોર્પ અને ક્રિસ્ત ફાઈનાન્સ જેવી અલગ-અલગ કંપનીઓમાંથી પર્સનલ લોન લેવડાવી હતી અને ઘરના અન્ય 34 ગ્રામ સોનાના દાગીના પણ શિવશક્તિ ફાઈનાન્સમાં ગીરવે મુકાવી દીધા હતા. આમ આરોપી માતા-પુત્રએ હિતેશભાઈ પાસેથી ઓનલાઈન પેમેન્ટ, કયુઆર કોડ અને રોકડા સ્વરૂૂપે કુલ રૂૂ. 1 કરોડ જેવી માતબર રકમ પડાવી લીધી હતી.

થોડા સમય બાદ જ્યારે હિતેશભાઈએ વળતર અને પોતાની મુળ રકમ પરત માંગવાનું શરૂૂ કર્યું ત્યારે થશ અને તેના માતાએ વાયદાઓ આપવાનું શરૂૂ કર્યું હતું. આરોપીઓ અવારનવાર કહેતા કે-રૂૂપિયા હમણાં ડબલ થઈ જશે તેમ કહી વધુ રોકાણ કરાવતા ગયા હતાં. છેલ્લે જ્યારે હિતેશભાઈ આર્થિક ભીંસમાં આવી ગયા અને પોતાના નાણાંની આકરી ઉઘરાણી કરી ત્યારે પણ યશ અને તેની માતા જોસનાબેને રૂૂપિયા આપ્યા નહોતાં. અવાર-નવાર હિતેષભાઇએ તેના પત્નિ મોસમીબેનને કહ્યું હતું કે-આ લોકોને મને ત્રાસ છે, હું હવે આમાંથી નીકળી કે જીવી શકું તેમ નથી. ગત તારીખ 09/06ના રોજ સવારે હિતેશભાઈએ ઝેરી દવા પી લીધી હતી. અને તેના મોટા ભાઈ ધર્મેશભાઈને જણાવ્યું હતું કે, આપણા નીચે ભાડે રહેતા યશ અને તેના મમ્મીના ત્રાસથી મેં આ પગલું ભર્યું છે. સારવાર દરમિયાન તારીખ 14/06ના રોજ હિતેશભાઈનું મોત નીપજ્યું હતું.

હિતેશભાઇના પત્નિ મોસમીબેનની સ્થિતિ ફરિયાદ લખાવવાની ન હોવાથી ભાઈ ધર્મેશ બારસીતાએ ફરિયાદ નોંધાવી હતી. આજીડેમ પોલીસ સ્ટેશનના પી.આઈ એચ. એન. પટેલની રાહબરીમાં હેઠળ પીએસઆઇ એમ.જે.વરૂૂએ યશ લુણાગરીયા અને તેના માતા જોશનાબેન લુણાગરીયા વિરૂૂધ્ધ વિશ્વાસઘાત અને આત્મહત્યાની દુત્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.