Site icon Gujarat Mirror

અમરેલીના માલવણમાં પાક નિષ્ફળ જતા યુવકનો આપઘાત

અમરેલી તાલુકાના માલવણમાં ઘઉંનો પાક નિષ્ફળ જવાથી 40 વર્ષિય યુવકે ઝેરી ટીકડા ખાય લેતા મોત નિપજ્યું હતું. આ અંગે અમરેલી તાલુકા પોલીસ મથકમાં મૃતકના ભાઈએ જાણ કરી હતી.

અમરેલીના માલવણમાં રહેતા વિક્રમભાઈ નાજાભાઈ છૈયાએ પોલીસને જણાવ્યું હતું કે વનરાજભાઇ નાજાભાઇ છૈયા (ઉ.વ.40) ખેતમજુરી કરે છે. ચોમાસાંમાં સીંગના પાકમાં ઓછો ઉતારો આવ્યો હતો.

ત્યારબાદ શિયાળામાં ઘઉંનો પાક નિષ્ફળ ગયો છે. જેના કારણે મનમાં લાગી આવતા વનરાજભાઈ છૈયાએ 7 ફેબ્રુઆરીના રોજ સાંજના છએક વાગ્યે માલવણ ગામની સીમમાં ઝેરી ટીકડા ખાય લીધા હતા. જેના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન વનરાજભાઈ છૈયાનું મોત નિપજ્યું હતું. આ અંગે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ કે.એચ.ટીલાવત વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Exit mobile version