Site icon Gujarat Mirror

કોઠારિયા સોલવન્ટમાં યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

oplus_2097184

કોઠારીયા સોલવન્ટમાં રહેતા યુવાને અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા સોલવન્ટમાં આવેલા રસુલપરા શેરી નં.2માં રહેતો જીતુ કનુભાઈ પરમાર (ઉ.22) નામના યુવાને આજે બપોરે પોતાના ઘરની પાછળ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે.

પ્રાથમિક તપાસમાં જીતુ બે ભાઈ એક બહેનમાં નાનો અને અપરિણીત છે. તે કારખાનામાં કામ કરે છે. તેને આ પગલું શા માટે ભર્યુ ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version