વામ્બે આવાસ યોજના કવાર્ટરનો યુવાન કપડાં ધોવાનો પાઉડર પી ગયો

પતિના આડા સંબંધથી કંટાળી પત્નીએ છૂટાછેડા માગતા ભરેલું પગલું નાનામવા રોડ વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા યુવાને કપડાં ધોવાનો પાવડર પી જતા તેમને સારવાર માટે…

પતિના આડા સંબંધથી કંટાળી પત્નીએ છૂટાછેડા માગતા ભરેલું પગલું

નાનામવા રોડ વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા યુવાને કપડાં ધોવાનો પાવડર પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

વધુ વિગતો મુજબ,વામ્બે આવાસ યોજનાના ક્વોટરમાં રહેતા આરીફ અરૂૂણભાઇ નારેસા નામના 21 વર્ષનો યુવાન ગઈકાલે બપોરના સમયે કપડાં ધોવાનો પાવડર પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ મામલે તેમની પત્ની મુસ્કાને જણાવ્યું હતું કે,હું અમદાવાદ રહેતી હતી મારુ નામ રીંકલ હતું અને અમે બંનેએ પ્રેમ લગ્ન કર્યા બાદ મારુ નામ બદલી મુસ્કાન કરાયું છે તેમજ અમે પાંચ મહિના પહેલા જ પ્રેમલગ્ન કર્યા છે.મારા માતા પિતા નથી.પતિને અન્ય યુવતી સાથે આડાસબંધ હોય તેમને મેં છૂટાછેડા આપી દેવાનું કહેતા તેમણે આ પગલું ભર્યું હતું.આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી શરૂૂ કરી છે.