Site icon Gujarat Mirror

માંડાડુંગરમાં યુવતીએ ગળાફાંસો ખાધો: ચૂંદડી તૂટી જતા જીવ બચી ગયો

શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલા માંડા ડુંગરમાં રહેતી યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે ચુંદડી તુટી જતા જીવ બચી ગયો હતો. તેણીને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગરમાં રહેતી સોનલ જગદીશભાઇ પરમાર (ઉ.20) નામની યુવતીએ આજે સવારે પોતાના ઘે ચુંદડી વડે ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે ચુંદડી તુટી જતા તેણી નીચે પટકાઇ હતી. દરમિયાન પરિવારજનોને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા અને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરી હતી.પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર સોનલ બે ભાઇની એકની એક બહેન છે. તેના પિતા કારખાનામાં કામ કરે છે. તેણે આ પગલું શા માટે ભર્યું? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાએ ફીનાઇલ ગટગટાવ્યું
માંડા ડુંગરમાં રહેતી જયાબેન સુરેશભાઇ મકવાણા (ઉ.વ.38) નામની મહીલાએ આજે સવારે પોતાના ઘરે કોઇ કારણસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.

Exit mobile version