શહેરના કાલાવડ રોડ પર રહેતો યુવાન રીલાયન્સ મોલમાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ માર મારતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર કટારિયા ચોકડી પાસે હાઉસીંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતો જતીન રમેશભાઈ પરમાર (ઉ.વ.23) નામનો યુવાન ગત રાત્રે રિલાયન્સ મોલના ઉપરના માળે હતો ત્યારે અજાણ્યા માણસોએ આવી કૌટુંબીક ભાઈ પ્રદિપ સાથે ઝઘડો કરતા હતા જેથીતે વચ્ચે પડતા અજાણ્યા શખ્સોએ તેને ઢીકાપાટુનો માર મારતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સદર બજારમાં આધેડ ઉપર હુમલો
સદર બજારમાં જુમમા મસ્જીદ પાસે રહેતા આશીફભાઈ યુસુફભાઈ મકરાણી (ઉ.વ.48) રાત્રે ઘર પાસે હતાં ત્યારે અફઝલ, બિમ્બો, દિલો અને દિપુડાએ ઝઘડો કરી તિક્ષણ હથિયાર વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.