Site icon Gujarat Mirror

જાહેરમાં પેશાબનો વિરોધ કરનારા યુવકને અમેરિકામાં ગોળીએ દેવાયો

હરિયાણાનો શખ્સ ડોન્કી રૂટ દ્વારા ડોલરિયા દેશમાં ગયો હતો

હરિયાણાના જીંદ જિલ્લાના એક 26 વર્ષીય યુવાનની શનિવારે કેલિફોર્નિયા, અમેરિકામાં જાહેરમાં પેશાબ કરવાનો વિરોધ કર્યા બાદ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

મૃતક કપિલ, સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો. ગામના સરપંચ સુરેશ કુમાર ગૌતમેને જણાવ્યું કે, બારાહ કલાન ગામના ઈશ્વરનો પુત્ર કપિલ ફરજ પર હતો ત્યારે તેણે પરિસરની બહાર પેશાબ કરવા બદલ એક વ્યક્તિનો સામનો કર્યો. જવાબમાં, તે વ્યક્તિએ તેને ઘટનાસ્થળે જ ગોળી મારી દીધી, સરપંચે ઉમેર્યું.

ખેડૂત પરિવારનો એકમાત્ર પુત્ર કપિલ અઢી વર્ષ પહેલાં અમેરિકા ગયો હતો. એવું કહેવાય છે કે તે 2022માં ડોન્કી રૂટ માર્ગે દેશમાં પ્રવેશ્યો હતો, પનામાના જંગલો પાર કરીને અને મેક્સિકો સરહદની દિવાલ પર ચઢીને, આ યાત્રામાં તેના પરિવારને લગભગ 45 લાખ રૂૂપિયાનો ખર્ચ થયો હતો. તેની શરૂૂઆતની ધરપકડ પછી, તેને કાનૂની કાર્યવાહી દ્વારા મુક્ત કરવામાં આવ્યો હતો અને ત્યારથી તે દેશમાં સ્થાયી થયો હતો. સરપંચ ગૌતમે કહ્યું.પરિવાર કપિલના મૃતદેહને ભારત પરત લાવવાની માંગ કરવા માટે ડેપ્યુટી કમિશનરને મળવાની યોજના ધરાવે છે.

Exit mobile version