મવડીમાં મોટોભાઇ માતાની બુટી લઇ જતા નાનાભાઇએ બુટી પરત માંગી હતી. જેથી મોટાભાઇએ ધમકી આપતા નાનાભાઇએ ઝેરી ટીકડા ખાઇ લીધા હતા. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મવડી ચોકડી પાસે રહેતા જયેશ ભગવાનજીભાઇ રાઠોડ નામના 37 વર્ષના યુવાને પોતાના ઘરે હતો. ત્યારે ઝેરી ટીકડા ખાઇ લીધા હતા. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં જયેશ રાઠોડના મોટાભાઇ પરેશ રાઠોડે માતા વિજયાબેનની બુટી લઇ લીધી હતી. જે પરત માંગતા ધમકી આપી હોવાના આક્ષેપ સાથે જયેશ રાઠોડે ઝેરી ટીકડા ખાઇ લીધા હોવાનુ સામે આવ્યુ છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ભક્તિનગર વિસ્તારમાં જલજીત હોલ પાસે રહેતા પરાગભાઇ શામળદાસ દૂધરેજીયા (ઉ.વ.45)એ મિલકત મુદ્દે ચાલતી તકરારથી કંટાળી મોટી ટાંકી ચોક પાસે ઝેરી દવા પી લીધી હતી. પ્રૌઢને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
