પ્રેમસંબંધમાં બ્રેકઅપ થતાં પોપટપરાના યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

શહેરના પોપટપરા મેઈન રોડ વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતીય યુવકે પ્રેમસંબંધમાં નિષ્ફળતા મળતા અંતિમ પગલું ભરી જીવન ટૂંકાવ્યું હોવાની કરુણ ઘટના સામે આવી છે. મળતી વિગતો…

શહેરના પોપટપરા મેઈન રોડ વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતીય યુવકે પ્રેમસંબંધમાં નિષ્ફળતા મળતા અંતિમ પગલું ભરી જીવન ટૂંકાવ્યું હોવાની કરુણ ઘટના સામે આવી છે.

મળતી વિગતો અનુસાર, પોપટપરા મેઈન રોડ પર રહેતા હિજમત રફીકભાઈ શેખ (ઉંમર 24) નામના યુવકે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પરિવારજનો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક હિજમત મૂળ બિહારનો વતની હતો અને અહીં રહીને દાળ બનાવવાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. મૃતકને કોઈ યુવતી સાથે પ્રેમસંબંધ હતો, પરંતુ તાજેતરમાં જ બંને વચ્ચે બ્રેકઅપ થઈ જતાં તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો. આ આઘાતમાં જ તેણે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.હિજમત બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો. તેના આકસ્મિક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ મામલે પ્ર. નગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ કોટડ દ્વારા જરૂૂરી કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.