શાપર-વેરાવળ પોલીસ મથકમાં બે મહિલા સહિત છ શખ્સોની ધમાલ, કોન્સ્ટેબલ ઉપર હુમલો

ડ્રાઇવિંગ લાયસન્સ અને કાગળો વિના વાહન લઇને નીકળેલા શખ્સને અટકાવતા મામલો ગરમાયો રાજકોટ નજીક શાપર-વેરાવળ હાઇવે ઉપર ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરી…

ડ્રાઇવિંગ લાયસન્સ અને કાગળો વિના વાહન લઇને નીકળેલા શખ્સને અટકાવતા મામલો ગરમાયો

રાજકોટ નજીક શાપર-વેરાવળ હાઇવે ઉપર ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરી પોલીસ મથકમાં ધમાલ મચાવી સરકારી કામગીરીમાં રુકાવટ ઊભી કરવા બદલ પોલીસે બે મહિલા સહિત કુલ છ શખસો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. દિશાબેન મહેશભાઈ જોષી અને જી.આર.ડી. જવાનો રાજકોટ- ગોંડલ હાઇવે ઉપર કોરાટ ચોક ખાતે ટ્રાફિક નિયમનની પોતાની નિયમિત ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન જાહેર માર્ગ પર ટ્રાફિકને અડચણરૂૂપ બનેલા જીજે-03-બીઝેડ-0977 નંબરના એક ઓવરલોડ વાહન પર પોલીસની નજર પડી હતી.

પોલીસે વાહનના માલિક તિલક કમલેશભાઈ ચાંડપાને સ્થળ પર બોલાવી કાયદેસરની કાર્યવાહીના ભાગરૂૂપે ડ્રાઇવિંગ લાઇસન્સ તથા આર.ટી.ઓ.ના જરૂૂરી દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું. જોકે, કાયદાનું પાલન કરવાને બદલે વાહનમાલિક તિલક ચાંડપા ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસ કર્મચારીઓ સાથે માથાકૂટ કરી ‘તમારા પટ્ટા અને ટોપી ઉતરાવી દઈશ તેમજ એટ્રોસિટીની ફરિયાદ કરી ફિટ કરી દઈશ’ તેવી ગંભીર ધમકી આપી પોલીસ સાથે ઝપાઝપી શરૂૂ કરી હતી. પરિસ્થિતિ વણસતા પોલીસે તાત્કાલિક 112 મોબાઈલ વાનની મદદ બોલાવી તિલકભાઈને શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે લાવી ઇન્વેસ્ટિગેશન રૂૂમમાં બેસાડ્યા હતા.

મામલો અહીં શાંત પડવાને બદલે વધુ ઉગ્ર બન્યો હતો. તિલકના પરિવારજનોસૂરજ ચાંડપા, રાજ ચાંડપા, કમલેશભાઈ ચાંડપા, કાજલબેન ચાંડપા અને કંચનબેન ચાંડપા કારમાં પોલીસ સ્ટેશન ખાતે ધસી આવ્યા હતા. તમામ આરોપીઓએ એકસંપ થઈને પોલીસ સ્ટાફ પર હપ્તા ઉઘરાવવાના પાયા વિહોણા આક્ષેપો કરી બેફામ ગાળાગાળી શરૂૂ કરી ધમાલ મચાવી હતી.

આ દરમિયાન ઉશ્કેરાયેલા કાજલબેને ઇન્વેસ્ટિગેશન રૂૂમમાં રાખેલા સરકારી કમ્પ્યુટરને હાથ મારી નીચે પછાડી દઈ સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. તદુપરાંત, મહિલા આરોપીઓએ ‘જો અમારી સામે કોઈ કાર્યવાહી કરશો તો છેડતી અને એટ્રોસિટીની ખોટી ફરિયાદ દાખલ કરીશું’ તેવી ધમકી આપી પોલીસ સાથે ફરી ઝપાઝપી કરી હતી. અંતે, પોલીસ સ્ટેશનમાં સર્જાયેલા ભારે હોબાળાને પગલે પી.એસ.આઈ. વી.જી. જેઠવા સહિતના પોલીસ સ્ટાફે સમયસૂચકતા વાપરી જરૂૂરી બળપ્રયોગ કરીને તમામ છ આરોપીઓને કાબૂમાં લીધા હતા. શાપર-વેરાવળ પોલીસે સરકારી ફરજમાં રુકાવટ, સરકારી મિલકતને નુકસાન અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ છએય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.