Site icon Gujarat Mirror

પુરૂષાર્થ સોસાયટીમાં ટીબીની બીમારીથી યુવાનનું મોત

ચોટીલામાં દારૂની કુટેવ ધરાવતા આધેડનું મોત

શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલી પુરૂષાર્થ સોસાયટીમાં રહેતા યુવાનનું ટીબીની બિમારી સબબ બેભાન થઇ જતા મોત નીપજ્યુ છે.

જાણવા મળતી વિગત મુજબ પુરૂષાર્થ સોસાયટીમાં બાલાજી ચોક પાસે રહેતા લક્ષ્મીદાસ ભગવાનદાસ કાપડી (ઉ.વ.44)નામના યુવાન આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે ટીબીની બિમારી સબબ બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનુ મોત નીપજ્યુ હતુ આ અંગે ભક્તિનગર પોલીસે પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે બીજા બનાવમાં ચોટીલામાં રહેતા ભરતભાઇ પાંચાભાઇ સરવૈયા (ઉ.વ.50)નામના આધેડ આજે સવારે બેભાન થઇ જતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણભાઇ ત્રણ બહેનમાં મોટા અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે. તેમને દારૂ પીવાની કુટેવ હોવાનુ પરિવારજનોએ જણાવ્યુ હતુ.

Exit mobile version