Site icon Gujarat Mirror

ઘંટેશ્ર્વર નજીક બાઇક સ્લીપ થઇ જતા આધેડનું મોત

oplus_2097184

કડીયા કામ કરીને ઘરે જતો હતો ત્યારે બનેલો બનાવ

શહેરની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર નજીક બાઇક સ્લીપ થતા પરપ્રાંતિય આધેડનું ગંભીર ઇજા થતા મોત નીપજ્યુ છે. મૃતક કડીયા કામેથી ઘરે જતા હતા ત્યારે રસ્તામાં જ કાળ ભેટી જતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મેટોડા જીઆઇડીસીમાં રહેતા અને કડીયા કામ કરતા થાવરીયાભાઇ કલાભાઇ પરમાર (ઉ.વ.47)નામના આધેડ ગત તા.29ના રાત્રે આઠ વાગ્યાના અરસામાં કડીયા કામેથી બાઇક લઇ પરત ઘરે જતા હતા ત્યારે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર બસ સ્ટેશન પાસે પહોંચતા બાઇક સ્લીપ થઇ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જયા તેનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઇ ત્રણ બહેનમાં મોટા અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.

Exit mobile version