Site icon Gujarat Mirror

મોરબીના સાદુળકા ગામે પડી જતા યુવાનનું મોત

 

મોરબીના નવા સાદુળકા ગામે કલોરીસ કોટીંગ કંપનીમાં કામ કરતો યુવાન ચાલતા ચાલતા અચાનક પડી ગયા બાદ મૃત્યુ પામ્યો હતો.જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધીર છે. બનાવની વિગતો મુજબ નવા સાદુળકા ગામે કલોરીસ કોટીંગ કંપનીમાં કામ કરતો મોહનભાઇ રામકુમાર યાદવ ઉ.વ.30 નામનો યુવાન કંપની ખાતે ચાલતા ચાલતા પડી ગયા બાદ મૃત્યુ પામ્યો હતો. મોરબી તાલુકા પોલીસે આગળની તપાસ ચલાવી છે.

મોરબીમાં ત્રણ શખ્સો દ્વારા કારમાં તોડફોડ
મોરબીના જુના મહાજન ચોક ટ્રેડ સેન્ટર સામે કુવાળીવારા પીરની દરગા વાળી શેરીમાં બાઈક પર આવેલ્લ અજાણ્યા ત્રણ શખ્સોએ સ્વીફ્ટ કારનો પાછળનો કાચ તથા ખાલી સાઈડના પાછળના દરવાજાનો કાચ તોડી કારને નુકસાની કરતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ જુના મહાજન ચોક ટ્રેડ સેન્ટર સામે કુવાળીવારા પીરની દરગાહ વાળી શેરીમાં ફરિયાદી એમદભાઇ અસલમભાઇ બાનાણીએ પોતાના હવાલાવાળી મારૂૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર GJ-36-AL-9719 વાળી રાખી હતી. ત્યારે રાત્રીના બાર વાગ્યાના અરસામાં બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ કારનો પાછળનો કાચ તથા ખાલી સાઇડના પાછળના દરવાનો કાચ તોડી કારમાં આશરે રૂૂપીયા 10 દશ હજારનુ નુકશાન કર્યું હતું. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Exit mobile version