Site icon Gujarat Mirror

મોરબીના ખાખરાળા ગામે યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો

બાઇક અકસ્માતનો ખાર રાખી હત્યા નિપજાવ્યાની આરોપીની કબૂલાત

ખાખરાળા ગામે યુવાનને મારી નાખવાના ઈરાદે બંદુક વડે ફાયરીંગ કરતા ફાયર નહિ થતા છરીના ઘા ઝીકી યુવાનને ગંભીર ઈજા પહોચાડી આરોપી નાસી ગયો હતો જે ફરાર આરોપીને અમદાવાદ બસ સ્ટેશનથી ઝડપી લઈને પોલીસે કોર્ટમાં રજુ કરી આગામી તા. 14 સુધીના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે.

મોરબીના ખાખરાળા ગામે રહેતા કિશન કરોતરા નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી આરોપીએ મારી નાખવાના ઈરાદે કિશન સામે બંદુક તાકી ફાયરીંગ કર્યું હતું અને બંદુકથી ફાયર ના થતા છરી વડે છાતી અને વાસાના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી હત્યા કરી આરોપી ફરાર થયો હતો જે બનાવ મામલે તા. 01 ના રોજ મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી હત્યા કરી આરોપી મુળુભાઈ ઉર્ફે સાગર આયદન ડાંગર (ઉ.વ.33) રહે સતનામ સોસાયટી નાની વાવડી મૂળ રહે ખાખરાળા વાળો ફરાર થયો હતો જેને ઝડપી લેવા વિવિધ ટીમો બનાવી પોલીસે તપાસ ચલાવી હતી ફરાર આરોપી અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે આવવાનો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને આરોપીને ઝડપી લઈને અટક કરી મોરબી લાવવામાં આવ્યો હતો જે આરોપીને કોર્ટમાં રજુ કરી તા. 14 સુધીના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે.

ડીવાયએસપી ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપીએ હત્યા બાદ નાસી જવામાં જે કારનો ઉપયોગ કર્યો હતો તે માળિયા હાઈવે પરથી કબજે લેવામાં આવી છે અને બે જીવતા કાર્ટીસ કબજે લીધ છે જોકે ફાયરીંગ કરવામાં આવ્યું તે હથિયાર કબજે લેવાનું બાકી છે જેથી રિમાન્ડ દરમિયાન હથિયાર કબજે લેવા તજવીજ હાથ ધરાશે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં હત્યાના કારણનો ખુલાસો થવા પામ્યો છે છ માસ પૂર્વે મૃતક અને આરોપીના બાઈક અથડાતા બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધાનું ખુલ્યું છે.

Exit mobile version