Site icon Gujarat Mirror

લોઠડામાં પત્ની સાથે ઝઘડો થતાં ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત

સરધારના લોઠડા ગામે રહેતાં યુવાને દારૂૂ પીધેલી હાલતમાં પત્નિ સાથે ઝઘડો કર્યા બાદ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ યુવાને સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. વધુ વિગતો મુજબ લોઠડામાં રહેતો નિતેશ ઉર્ફ વિશાલ સુરેન્દ્રભાઈ રાવ (ઉ.વ.25) આઠેક દિવસ પહેલા ઘરે હતો ત્યારે ઝેર પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. બાદમાં સારુ થઇ જતાં રજા અપાઇ હતી.

પણ ગઇકાલે અચાનક ફરી તબીયત બગડતાં બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિં સારવારમાં મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર નિતેશ ઉર્ફ વિશાલ મુળ બિહારનો વતની હતો. તે ત્રણ ભાઈમાં નાનો હતો. સંતાનમાં એક દિકરી છે. સગાના કહેવા મુજબ નિતેશ સીએનસી કંપનીમાં ઓપરેટર તરીકે કામ કરતો હતો. તેને પત્નિ સાથે દારૂૂ પીધેલી હાલતમાં ઝઘડો થયા બાદ માઠુ લાગતાં ઝેરી દવા પી લીધી હતી. મૃતદેહને અંતિમવિધી માટે વતન લઇ જવાયો હતો.

Exit mobile version