Site icon Gujarat Mirror

જામનગરમાં બે પડોશી વચ્ચે બઘડાટી, માતા-પુત્રી પર હુમલો

જામનગરમાં ગોકુલનગર નજીક સોમનાથ સોસાયટી શેરી નંબર -16 માં રહેતા રાહુલ ખીમાભાઇ ચાવડા નામના યુવાને પોતાના માતા વિજયાબેન તથા મોટા બહેન સરલાબેન ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા બે દંપતિઓ શક્તિ કાનજીભાઈ કુકડીયા અને લાલજી કાનજીભાઈ કુકડીયા તેમજ ભારતીબેન શક્તિભાઈ કુકડીયા અને આરતીબેન લાલજીભાઈ કુકડીયા સામે ફરિયાદ નોંધાવી છે.

ઉપરોક્ત ચારેય આરોપીઓએ તમે અમારી ખટપટ શું કામ કરો છો, અને મકાન ખાલી કરીને ચાલ્યા જાવ, તેમ કહી ઝઘડો કર્યો હતો. અને લાકડા ના ધોકા વડે હુમલો કરી દેતાં માતા પુત્રી ઘાયલ થયા છે. અને જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમાં પુત્રી સરલાબેનના માથામાં હેમરેજ સહિતની ગંભીર ઇજા થઈ છે, અને ઓપરેશન કરવાની તજવીજ ચાલી રહી છે. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત સામા પક્ષે દિનેશ ઉર્ફે લાલજી કાનજીભાઈ કુકડીયા એ પોતાના ઉપર લાકડાનો ધોકો ફટકારી માથું ફોડી નાખવા અંગે રાહુલ ખીમાભાઈ ચાવડા, ખીમાભાઇ રણમલભાઈ ચાવડા, સરલાબેન વિપુલભાઈ આરઠીયા, અને કાજલબેન ખીમાભાઈ ચાવડા સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

જેમાં ફરિયાદી યુવાનને માથામાં ઇજા થઈ હોવાથી જી.જી. હોસ્પિટલમાં સાત ટાંકા લેવા પડ્યા છે. આ ઉપરાંત તેની પુત્રી રૂૂપાલીને પણ માર માર્યો હોવાથી ઈજા થઈ છે, અને તેને પણ પ્રાથમિક સારવાર લેવી પડી છે. સમગ્ર મામલે સીટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

નાસતો ફરતો આરોપી ઝબ્બે
જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં આજથી સાત મહિના પહેલા ઇંગ્લિશ દારૂૂ અંગેનો એક કેસ કરવામાં આવ્યો હતો, જે કેસમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 54 માં રહેતા સતીશ ઉર્ફે રાધે જેઠાલાલ મંગેને ફરારી જાહેર કર્યો હતો, અને ઉપરોક્ત આરોપી છેલ્લા સાત મહિનાથી નાસ્તો ફરતો રહ્યો હતો. દરમિયાન ગઈકાલે મોડી રાત્રે એસટી ડેપો રોડ પર ઉપરોક્ત આરોપી ઊભો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે તેને ઝડપી લીધો છે, અને અદાલત સમક્ષ રજૂ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Exit mobile version