Site icon Gujarat Mirror

પ્રેમિકાનો પરિવાર લગ્ન માટે સહમત નહીં થતા યુવકનો આપઘાતનો પ્રયાસ

શહેરમાં વાવડી વિસ્તારમાં આવેલા ભારતનગરમાં રહેતા યુવકની પ્રેમિકાના પરિવાર લગ્ન માટે અસમતી દર્શાવતા યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાવડી વિસ્તારમાં આવેલા ભારતનગરમાં રહેતા બીપીન મનસુખભાઈ પરમાર નામનો 42 વર્ષનો યુવા રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં બીપીન પરમારને મોરબી ખાતે રહેતી તેની ભાભીની નાની બહેન રીટાબેન સાથે પ્રેમ સંબંધ હતો અને તેની ભાભીએ પણ દિયર બીપીન પરમારનું રીટા સાથે માંગુ નાખ્યું હતું પરંતુ પ્રેમિકા રીટાબેનનો પરિવાર લગ્ન માટે સહમત નહીં થતા બીપીન પરમાર ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version