ખાદ્યતેલના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગ ત્રાટક્યું; ચાર સેમ્પલ લેવાયા

ખાદ્ય પ્રાર્થના 22 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી 10ને લાઇસન્સ અંગે અપાઇ નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા આજ રોજ તેલના વિર્કતાઓને ત્યા ચેકિંગ કાર્યવાહી હાથ ધરી ચાર…

ખાદ્ય પ્રાર્થના 22 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી 10ને લાઇસન્સ અંગે અપાઇ નોટિસ

મનપાના ફૂડ વિભાગ દ્વારા આજ રોજ તેલના વિર્કતાઓને ત્યા ચેકિંગ કાર્યવાહી હાથ ધરી ચાર ધંધાર્થીઓને ત્યાથી અલગ અલગ બ્રાન્ડના કપાસીયા, સનફાલવર અને સીંગતેલ સહિતના ખાદ્યતેલના સેમ્પલ લઇ લેબમાં મોકલી આપ્યા હતા. તેમજ શહેરના એસ. કે. ચોક, ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 10 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.

ફૂડ વિભાગ દ્વારા આજે રોજ (01)ખોડિયાર કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)શ્રી નકલંક ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)રાજશક્તિ સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)સૂર્યોદય પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)શીવ ચીકી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)પ્રિન્સ અમુલ પાર્લર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)બંસીધર પ્રોવિઝન સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)મારુતિ કીરાણા ભંડાર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)મંત્ર સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)અનમોલ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (11)મહાવીર પ્રોવિઝન સ્ટોર (12)શ્રીરામ ડેરી ફાર્મ (13)શ્રીનાથજી મેડીસીન્સ (14)જય જલારામ ફરસાણ (15)રાજશક્તિ ફરસાણ (16)ઠક્કર ગૃહ ઉદ્યોગ (17)સારંગ નમકીન (18)રવિ ફરસાણ (19)સિરાજ પ્રોવિઝન સ્ટોર (20)શિવમ પ્રોવિઝન સ્ટોર (21)પ્રિન્સ મેડિકર (22)મુરલીધર પ્રોવિઝન સ્ટોર્સની ચકાસણી કરવામાં આવેલ હતી.

નમૂનાની વિગત
ફૂડ વિભાગ દ્વારા નમૂનાની કામગીરી દરમિયાન (1) જયશ્રી બ્રાન્ડ કપાસીયા તેલ 500એમલ બોટલ સ્થળ- બંસીધર ટ્રેડિંગ, જૂના માર્કેટિંગ યાર્ડ, RTOપાસે, રાજકોટ. (2)સરકાર રિફાઈન્ડ કપાસિયા તેલ 15 કિલો પેકિંગ ટીન સ્થળ- માધવ ટ્રેડિંગ, જૂના માર્કેટિંગ યાર્ડ, RTOપાસે, રાજકોટ. (3) ડોલર બ્રાન્ડ સનફાઇવર તેલ 15 લિટર પેક સ્થળ- મજીઠીયા ટ્રેડર્સ, જૂના માર્કેટિંગ યાર્ડ, RTOપાસે, રાજકોટ. (4) ગુલાબ બ્રાન્ડ મગફળીનુ તેલ 5 લિટર પેકિંગ સ્થળ- બાલમુકુન્દ કિરણાં ભંડાર, ઉદ્યોગનગર-2, વિશાલ કોમ્પ્લેક્ષ સામે, મવડી મેઇન રોડ, રાજકોટ સહિતના સ્થળેથી સેમ્પલ લઇ લેબમાં મોકલી આપ્યા હતા.