Site icon Gujarat Mirror

જામનગરના બેડી વિસ્તારમાં યુવાન પર છરી વડે હુમલો

જામનગર નજીક બેડી વિસ્તારમાં હુસેની ચોકમાં રહેતા અને માછીમારી કરતા આદમ અબ્દુલ જામ નામના 48 વર્ષના માછીમાર યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ઈન્દ્રીશ સંગાણી, હનીફ દાઉદ, દાઉદ હનીફ અને નવાઝ માણેક સામે ફરિયાદ નોંધાવી છે. ઇજા ગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડાયો છે, અને પ્રાથમિક સારવાર અપાઇ છે. જૂની અદાવતનું મનદુ:ખ રાખીને ચારેય શખ્સોએ આ હુમલો કર્યો હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. પોલીસ ચારેય આરોપીઓને શોધી રહી છે.

રેઢી પડેલી એક કારમાંથી ઈંગ્લિશ દારૂ મળી આવ્યો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામ નજીક કાચા રસ્તા પર રેઢી પડેલી એક કારમાંથી ઇંગ્લીશ દારૂૂની બાટલીનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે કાર અને દારૂૂ કબજે કરી લઈ બુટલેગર ની શોધખોળ હાથ ધરી છે. જે દરોડા દરમિયાન ઉપરોક્ત રેઢી પડેલી જીજે 12 એ.કે. 7393 નંબરની કાર કે જેની તલાસી લેતાં કારની અંદરથી 72 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર અને દારૂૂ સહિત 2.80 લાખ ની માલમતા કબજે કરી છે, અને વાહનના રજીસ્ટ્રેશન નંબર ના આધારે બુટલેગર ની શોધ ખોળ હાથ ધરી છે.

Exit mobile version