મધ્ય પ્રદેશના અલીરાજપુર થી ઇકો કારમાં સીટને નીચે ચોરખાનું બનાવીને તેમાં ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો સંતાડીને જામનગર પંથકમાં ઘુસાડવાનું ચબરાક બુટલેગરનું કારસ્તાન એલસીબીની ટુકડીએ પકડી પાડ્યું છે, અને કારમાં સંતાડેલી 36 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો અને કાર સહિત 3 લાખ 33 હજારની માલમતા કબજે કરી લઇ 1 પરપ્રાંતીય બુટલેગરની અટકાયત કરી છે, જ્યારે રિસીવર નું નામ ખુલ્યું છે.
રાજ્ય બહારથી એક ઇકો કારમાં ઇંગલિશ દારૂૂ જામનગર પંથકમાં ઘુસાડવામાં આવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે જામનગર જિલ્લા ના ધ્રોળ તાલુકાના હરિપર ગામના પાટિયા પાસે એલસીબીની ટુકડીએ વોચ ગોઠવી હતી. જે વોચ દરમિયાન અમદાવાદ પાસીંગની જી.જે. 1 કે.ક્યુ. 3799 નંબરની ઇકો કાર પસાર થતાં તેને અટકાવી હતી, અને કારની તલાસી લીધી હતી.
સૌપ્રથમ કારમાં કશું દેખાયું ન હતું, પરંતુ એલસીબીની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી, કે કારમાં કોઈપણ રીતે ઈંગ્લીશ દારૂૂ ની બાટલીનો જથ્થો ગુપ્ત રીતે સંતાડવામાં આવ્યો છે. તેથી કારની જીણવટભરી રીતે તલાસી લેવામાં આવી હતી. કારચાલક ની ઊંડી પૂછપરછ ના અંતે આખરે તેની સીટની નીચે જ બનાવેલા ચોર ખાનામાં ઇંગ્લિશ દારૂૂનો જથ્થો સંતાડ્યો હતો, જે સીટને ઊંચી કરી પતરૂૂં ખેસવી અંદરથી 36 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી કબજે કરી લીધી છે. એલસીબી ની ટુકડીએ કાર દારૂૂ અને મોબાઈલ ફોન 3,33,000 ની માલમતા કબજે કરી છે, અને કારના ચાલક મૂળ ઉત્તર પ્રદેશના અલીરાજપુર જિલ્લાના લાલા ઉમરી ગામના વતની દિલીપ ચંદુભાઈ બામણીયા ની અટકાયત કરી લીધી છે. પોલીસની પૂછપરછ દરમિયાન પોતે ઉપરોક્ત દારૂૂ મધ્યપ્રદેશ રાજ્યના ભાબરામાં આવેલા એક દારૂૂના ઠેકા પરથી દારૂૂનો જથ્થો ખરીદ કર્યો હોવાનું જણાવ્યું હતું. અને ચોરખાનામાં સંતાડીને જામનગર તરફ આવ્યો હતો, અને કાલાવડ તાલુકાના સરાપાદાર ગામે રહેતા શક્તિસિંહ જાડેજા એ આ દારુ મંગાવ્યો હોવાથી તેને પહોંચાડવામાં આવે તે પહેલા એલસીબી ની ટીમ પ્રગટ થઈ ગઈ હતી, અને દરોડો પાડી દારૂૂ અને કાર વગેરે કબજે કરી લીધા છે.

