Site icon Gujarat Mirror

‘તુ કેમ વીડિયો ઉતારેશ’ તેમ કહી યુવાન ઉપર નસેડી શખ્સોનો હુમલો

oplus_2097152

માળિયા-હાટીનાના ચીખલી ગામની ઘટના; ઇજાગ્રસ્ત યુવક સારવારમાં

માળીયા હાટીનાનાં ચીખલી ગામે યુવકને મહીલા સહીત 4 શખ્સોએ તુ કેમ વિડીયો ઉતારેશ તેમ કહી માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ માળીયા હાટીનાનાં ચીખલી ગામે રહેતા શેખર ચંદુભાઇ નગવાડીયા (ઉ.વ. ર8) ઉપર પ્રકાશ, વાઘજી અને રોશનીબેન સહીતનાં અજાણ્યા શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.

પ્રાથમીક પુછપરછમા શેખર નગવાડીયા તેના મામાનાં ઘરે જતો હતો ત્યારે રસ્તામા હુમલાખોર શખસો દારૂની કોથળીઓ ભરતા હતા જેથી હુમલાખોર શખસોએ શેખરના હાથમા મોબાઇલ જોઇ તુ કેમ વિડીયો ઉતારેશ તેમ કહી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.

આક્ષેપના પગલે માળીયા હાટીના પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version