Site icon Gujarat Mirror

લગ્નના ચાર દિવસમાં જ પોલીસ કોન્સ્ટેબલ પતિએ પત્નીનું ગળુ દબાવ્યું

ભાવનગર આવેલી પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી

ભાવનગર ખાતે રહેતા અને મુળ તળાજાના માંડવાળી ગામે રહેતા અને પોલીસ કોન્સ્ટેબમાં ફરજ બજાવતા પતિએ લગ્નના ચાર દિવસમાં જ તેની પત્નિનું ગળું દબાવ્યું અને પતિ, સાસુ, સસરા તેમજ જેઠે શારિરીક માનસિક ત્રાસ આપતા પરિણીતાએ શહેરના રિંગરોડ પર રહેતા સાસરિયાઓને ત્યાં મહિલા હેલ્પલાઇનનો સંપર્ક, સાસરીયાઓ વિરૂદ્ધ સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરી હતી.

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પિપરલા ગામે રહેતા સેજલબા બાટીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દોઢ વર્ષ અગાઉ તળાજાના માંડવાળી ગામે રહેતા અને હાલ વડોદરાના ફતેહગંજ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મેહુલભાઇ ગંભીરભાઇ બાટી સાથે લગ્ન થયા હતા.

લગ્નના ચાર દિવસમાં જ ચણીયાચોળી પહેરવા બાબતે પતિ મેહુલભાઇએ સેજલબાનું ગળું દબાવી, મારમાર્યો હતો અને બાદમાં પતિ, સાસુ, સસરા અને જેઠે કરિયાવર બાબતે મેણાટોણા મારી, અમારે તને રાખવી જ નથી તેમ કહી શારિરીક-માનસિક ત્રાસ આપતા પરિણીતાએ મહિલા હેલ્પલાઇનની મદદ લઇ, રિંગ રોડ પર રહેતા સાસરિયાઓના ત્રાસ મામલે મદદ માંગી હતી.

બાદમાં વધુ ત્રાસ આપતા પરિણીતા સેજલબાએ સોનગઢ પોલીસ મથકમાં પતિ મેહુલભાઇ ગંભીરભાઇ બાટી, સાસુ લીલાબા બાટી, સસરા ગંભીરભાઇ બાટી તેમજ જેઠ મયુરભાઇ બાટી વિરૂૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

Exit mobile version