પોરબંદરના 72.50 લાખના વિઝા ફ્રોડ કેસમાં યુવક-યુવતીની ધરપકડ

પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂૂ. 72.50 લાખના વિઝા ફ્રોડ કેસમાં બે ફરાર આરોપીઓને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓએ વિદેશ મોકલવાની લાલચ આપીને…

પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂૂ. 72.50 લાખના વિઝા ફ્રોડ કેસમાં બે ફરાર આરોપીઓને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓએ વિદેશ મોકલવાની લાલચ આપીને ખોટા વિઝા અને દસ્તાવેજો તૈયાર કરી ફરિયાદી સાથે મોટી છેતરપિંડી આચરી હતી.

પોલીસ તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે સહઆરોપી અનિલ દત્તાત્રેય રાઉત સતારા જિલ્લાના કરાડ શહેરમાંથી અને સહઆરોપી નેહા પ્રદીપ ચવાન પુણે જિલ્લાના વડગાવ માવલ ખાતેથી મળી આવ્યા હતા. બંને આરોપીઓએ ગુનામાં તેમના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જેલ હવાલે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.બી. ગોજીયા અને પોલીસ સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી.