Site icon Gujarat Mirror

ટ્રેલર પાછળ ટ્રેકટર ઘૂસી જતાં ચાલક યુવાનનું મોત

માળિયા કચ્છ નેશનલ હાઇવે પર આગળ જતા ટ્રેઇલર પાછળ ટ્રેઇલર ઘુસી જતા ચાલકનું મોત થયું હતું બનાવ મામલે માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

મૂળ ઉત્તરપ્રદેશ હાલ કચ્છ ગાંધીધામ રહેતા જગ્વીરસિંગ બીરબહાદુર બઘેલે ટ્રક ટ્રેઇલર જીજે 12 એવાય 4494 ના ચાલક શિવાજી ઘોડીરામ માને (ઉ.વ.48) રહે રાજુલા અમરેલી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે શિવાજી ઘોડીરામ માને પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી કંડલા મોરબી નેશનલ હાઈવે હરીપર ગામના પાટિયા પહેલા મીઠાના કારખાના સામે આગળ જતા ફરિયાદીના ટ્રેઇલર જીજે 12 બીઝેડ 6987 પાછળ ભટકાડી પોતાને શરીરે ઈજા પહોંચતા સારવાર દરમીયાન શિવાજી ઘોડીરામનું મોત થયું હતું માળિયા (મી.) પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીમાં યુવકનો ફાંસો ખાઈ આપઘાત
મોરબીમાં લખધીરપુર રોડ પર આવેલ શક્તિ ચેમ્બર પાસે 20 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે. મોરબીના લખધીરપુર રોડ શક્તિ ચેમ્બર પાસે રહેતા પ્રિન્સ સાગરભાઈ નાકીયા (ઉ.વ.20) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે

Exit mobile version