Sports

કુસ્તીેબાજ અમન સેહરાવતે જેઠાલાલ સાથે માણ્યો ફાફડા-જલેબીનો આનંદ

Published

on

બન્નેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ

paris olampics 2024માં બ્રોન્જ મેડલ જીતનાર રેસલર અમન સેહરાવતે એ તારક મહેતાના જેઠાલાલ સાથે ફાફડા-જલેબીનો આનંદ માણ્યો છે. જોકે આપણે સૌ જાણીએ છીએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અભિનેતા દિલીપ જોષી જેઠાલાલની ભૂમિકા ભજવે છે. અમન સેહરાવતને દિલીપ જોષી મળ્યા હતાં, ત્યારે તેમણે બ્રોન્ઝ મેડલ માટે અભિનંદન અને સન્માન પાઠવ્યું હતું.


કુસ્તીબાજ અમન સેહરાવત અને દિલીપ જોષીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેની સાથે કુસ્તીબાજ અમન સેહરાવત પણ દિલીપ જોષી સાથે વિતાવેલા સમયના ફોટોને પોતાના સત્તાવાર ઇન્સ્ટ્રાગ્રામ પર શેર કર્યા છે. ત્યારે કુસ્તીબાજ અમન સેહરાવતે જણાવ્યું છે કે, દિલીપ જોષીને મળીને મને ખુશી થઈ છે. તો આવા અભિનેતાને મળવું એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. અભિનેતા સાથેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે અમન સેહરાવતે લખ્યું છે કે, આજે જેઠાલાલને મળીને મને ખૂબ આનંદ થયો.


અમને ઓલિમ્પિક્સ 2024 માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા કુસ્તી મેચમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ઓલિમ્પિકના સમાપન પછી ભારત પરત ફર્યા બાદ એથ્લેટ્સનું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈની દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version