કોન્ક્રીટ મિક્ષરના ચાલક સામે કાર્યવાહી
ભાવનગર જિલ્લામાં તળાજા પંથકમા પવનચક્કી ના કામો ચાલેછે.અહીં પરપ્રાંતીય મજૂરો મજૂરીકામ કરવા આવેછે. આમળા ગામે પવનચક્કી ઉભી કરવા માટે ફાઉન્ડેશન ભરવા નું કામ વહેલી સવારે 4 વાગ્યા આસપાસ પણ શરૂૂહોય અહીં ઝારખંડ થી મજૂરી કામે આવેલ શ્રમિકનું વાહન ચાલક ની બે દરકારી ના કારણે મોત નિપજ્યું હતું.
જે પોષતું તે મારતું.આ શબ્દોખાસ મજૂરવર્ગને લાગુપડે છે.ગીર -સોમાનથ ના પ્રાંસલી ગામના અને હાલ તળાજા રહેતા હંસરાજ નરસિંગભાઈ જાદવ જેઓ કે.પી એનર્જી કંપની માટે પવનચક્કી ઉભી કરવા માટે ભરવામાં આવતા ફાઉન્ડેશન કામને લઈ સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હોય તેઓએ દાઠા પોલીસને નોંધાવેલ ફરિયાદમા આજે વહેલી સવારે 4 વાગે ઝ. ખ મશીન જે કોન્ક્રીટ મિક્ષ કરવામાટે વપરાયછે.તેના ચાલક શિવનાથ તુલસી ઠાકોર એ ગફલત ભરીરીતે ચલાવતા મજૂરીકામ કરતા મનોજ નેપાલ મરાંડી ઉ.વ.36 (રે.ઝારખંડ ) ને હડફેટે લેતા મોતને ભેટેલ.વહેલી સવારે 4 વાગે પરપ્રાંતીય શ્રમિક પાસે કામ કરાવતા દુ:ખદ ઘટના બની હતી. બનાવ ની તપાસ પો.સ.ઇ રેવર ચલાવી રહ્યા છે.
