MACP બારની એસો.ની 12મી જૂને ચૂંટણી: RBA પેનલના ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી

  રાજકોટમાં મોટર એકસીડન્ટ કલેઈમ અન્વયેની પ્રેકટીસ કરતા વકીલોનેMACP BAR એસોસિએશનની ચૂંટણી આગામી 12 જુનના રોજ જાહેર કરવામાં આવી છે.MACP BAR એસોસિએશનની ચૂંટણીમાં RBA પેનલ…

 

રાજકોટમાં મોટર એકસીડન્ટ કલેઈમ અન્વયેની પ્રેકટીસ કરતા વકીલોનેMACP BAR એસોસિએશનની ચૂંટણી આગામી 12 જુનના રોજ જાહેર કરવામાં આવી છે.MACP BAR એસોસિએશનની ચૂંટણીમાં RBA પેનલ દ્વારા ઉમેદવારી નોંધાવી છે. જેમાં પ્રમુખ પદે નિકુંજ એમ. શુકલ, ઉપપ્રમુખમાં રક્ષાબેન ઉપાધ્યાય, સેક્રેટરીમાં પ્રિયાંક ભટ્ટ, જોઈન્ટ સેક્રેટરી પદે એસ.ટી. જાડેજા, ટ્રેઝરરમાં ભાવેશભાઈ મકવાણા, મહીલા કારોબારી સભ્ય તરીકે મૃદુલાબેન બી. મકવાણા અને મૃદુલાબેન શ્યામભાઈ ગોહેલ તેમજ કારોબારી સભ્ય તરીકે મકસુદ પરમાર, કરણ કારીયા (ગઢવી), એમ. એમ. સિંધવ, રૂૂદ્ર ભટ્ટ, હેમંત પરમાર, રાજુ મિયાત્રા દ્વારા ઉમેદવારી પત્ર ભર્યા હતા. આ તકે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ, રાજકોટ બાર એસોશીએશનના પ્રમુખ સુમીત વોરા, ઉપપ્રમુખ એસ.કે. જાડેજા, ભુતપુર્વ પ્રમુખ પરેશભાઈ મારૂૂ, સેક્રેટરી નિલેશભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર પ્રગતિબેન માંકડીયા, લાયબ્રેરી સેક્રેટરી કેતનભાઈ મંડ સહિતના સીનીયર- જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા.