Site icon Gujarat Mirror

રેલનગરમાં નવી બનતી બાંધકામ સાઇટના 14મા માળેથી પટકાતાં શ્રમિકનું મોત

શહેરના રેલનગર વિસ્તારમાં નવી બનતી બાંધકામ સાઇટના 14માં માળેથી પટકાતા શ્રમિક યુવાનનું ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. સવારે 14માં માળે પાણી છાંટતી વેળાએ અકસ્માતે પડી જતા ઘટના બની હતી.

જાણવા મળતી વિગત મુજબ મુળ ઓરિસ્સાનો વતની અને હાલ રેલનગરમાં નવી બનતી સમર્પણ હાઇટસ નામની 14 માળની બિલ્ડીંગમાં કામ કરતો જુકતાભાઇ નકુલભાઇ બાગ (ઉ.વ.40) નામનો યુવાન આજે સવારે બિલ્ડીંગના 14માં માળે પાણીની પાઇપથી પાણીનો છંટકાવ કરતો હતો. દરમિયાન અકસ્માતે પગ લપસતા તે 14માં માળેથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું.બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન ચાર ભાઇ બે બહેનમાં વચેટ અને ત્રણ વર્ષથી અહીં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી શ્રમિક પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Exit mobile version